અમદાવાદ: કોંગ્રેસ પાર્ટીના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત રવિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેરના 36 વોર્ડમાં અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને અમદાવાદ શહેર કોંગ્રેસ અધ્યક્ષ સોનલ પટેલના નેતૃત્વમાં રવિવારે નવનિયુક્ત અધ્યક્ષોના નામની જાહેરાત કરવામાં આવી.

Congress
Congress

અમદાવાદ શહેરના 48 વોર્ડમાંથી રવિવારે વોર્ડ નંબર 2ના કોંગ્રેસ અધ્યક્ષ તરીકે જીતેન્દ્ર ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. તેવી જ રીતે, વોર્ડ નંબર 4માં ચિંતન મોદી, 5માં જિગ્નેશ પટેલ, 6માં પ્રેમચંદ ત્રિવેદી, 7માં તુષાર પટેલ, 8માં સુરેશસિંહ વિહોલ, 9માં મહેશ વાઘેલા, 10માં નરેન્દ્ર પરમાર, 12માં જિગ્નેશ દાવડા, 13માં દેવાંગ પ્રધાન, 14માં સુધાંશુ કુશવાહ, 16માં રાજુ ચૌહાણ, 17માં સઈદ અહમદ શેખ, 18માં જગદીશ ખટીક, 19માં જીતેન્દ્ર શર્મા, 20માં રાકેશ જોશી, 22માં દેવેન્દ્ર સોનારા, 23માં મુકેશ પટેલ, 24માં અશ્વિન ઝાલાવાડિયા, 25માં જયેન્દ્રસિંહ ઝાલા, 28માં ઘનશ્યામ શર્મા, 29માં કૈયુમઅલી કુરૈશી, 30માં રાગિણી બેન્કર, 31માં શક્તિસિંહ ઝાલા, 32માં વિપુલ ત્રિવેદી, 36માં મોહમ્મદ ઈમરાન મકરાણી, 37માં તુષાર સૂતરિયા, 39માં રાજ દેસાઈ, 40માં જનાર્દન રાવલ, 41માં હરેશ પટેલ, 42માં રાજેન્દ્ર સેંગલ, 43માં અનિલ વર્મા, 45માં જપન ભટ્ટ, 46માં ઘનશ્યામ પરમાર, 47માં જયશ્રી ઠાકોર અને વોર્ડ નંબર 48માં ધીરૂ ભરવાડની વોર્ડ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.