કુકરમુંડા. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા પંથકમાં રહેતી સગીર વયની બાળા તેમની બેનપણી સાથે રમતી હતી. તે વખતે 68 વર્ષીય વૃદ્ધ ત્યાં આગળ જઈને પોતે પહેલા પેન્ટ,ચઠ્ઠી ઘૂંટણ સુધી ઉતારી ગંદી ગંદી હરકત કરતો હતો. જે અંગે બાળકીએ ડોસાની આ હરક્તો પરિવાર સમક્ષ જણાવતા ફરિયાદ ભોગ બનનાર બાળકીના પરિવાર દ્વારા કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં આપતાં કુકરમુંડા પોલીસે વૃદ્ધ સામે પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર કુકરમુંડા તાલુકા પંથકમાં રહેતી એક સગીર વયની બાળા સાંજના સમયે તેમની બેનપણી સાથે રમતી હતી. તે વખતે કુકરમુંડા તાલુકા વિસ્તારમાં આવેલ એક ગામમાં રહેતો અને 68 વર્ષીય નાનસિંગ ફતુભાઈ પાડવીનાઓ ત્યાં આગળ જઈને પોતે પહેરલા પેન્ટ, ચડ્ડી ઘૂંટણ સુધી.

ઉતારી દઈને ગંદી હરકતો કરતો હોથ તેમજ અગાઉ પણ સગીર વયની બાળાને રસ્તામાં અવાર – નવાર મળતો. તે વખતે પૈસા બતાવીને તેમના ઘરે આવવા જણાવતો અને પાછળ પાછળ આવી પીછો કરી જાતિય સતામણી કરેલ હોવા અંગે ભોગબનનાર સગીર વયની બાળાના પરિવાર દ્વારા કુકરમુંડા પો. સ્ટે. માં ફરિયાદ આપતાં કુકરમુંડા પોલીસ દ્વારા 68 વર્ષીય વૃદ્ધની સામે પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. એક મોટી ઉમરના ડોસાની આ અયોગ્ય હરકતો સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.