મહુધાથી તરંગ શર્મા દ્વારા…
Gujaratના ખેડા જિલ્લામાં સરકારની નલ સે જલ યોજનાને નિષ્ફળ પુરવાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મહુધા તાલુકાના ચુણેલ ગામમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા લોકો માટે મુશ્કેલીનું કારણ બની છે. હાલ ગ્રામજનોને 2 કિલોમીટર દૂર પાણી ભરવા જવાની પરીસ્થિતિ ઉભી થઈ છે.

મળતી માહિતી મુજબ Gujaratમાં મહુધા તાલુકાના ચુણેલ ગામમાં 8 હજાર ઉપરાંત વસ્તી છે. આ ગામમાં વર્ષોથી પીવાના પાણીનો કોઈ ચોક્કસ સ્ત્રોત નથી. લોકો પાસે પાણીનો સ્ત્રોત ન હોવાથી હાલાકી ભોગવી રહ્યા છે.

હાલ Gujaratના ખેડા જિલ્લામાં આ ચુણેલના ગ્રામજનો 2 કિલોમીટર દૂર અન્ય ગામના સીમ વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર પાસેથી પાણી ભરી લાવવા માટે મજબૂર છે. ગામના બાળકોથી માંડી મોટેરાઓ સુધી પાણી ભરવા જાય છે. તો આ તરફ સરકાર જોરશોરથી નલ સે જલ યોજનાનો પ્રચાર કરી રહી છે, પરંતુ ચુણેલ જેવા ગામમાં આ યોજનાની કોઈ અમલવારી થઈ નથી.

ચુણેલમાં સરકાર દ્વારા દોઢેક વર્ષ પહેલા ખીજલપુર જૂથ પાણી-પુરવઠા યોજના શરૂ કરાઈ હતી, જો કે, તેની અમલવારી ન થતા આજસુધી આ યોજનાનું ટીપુય પાણી ગામ સુધી પહોંચ્યુ નથી. જેથી તંત્ર દ્વારા ચુણેલના ગ્રામજનોને પાણીની યોગ્ય સુવિધા ઉપ્લબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે.
આ પણ વાંચો..
- Israel Hamas War : મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની ભીષણ આગ ભડકી, ગાઝા હુમલામાં અત્યાર સુધીમાં 50,000 થી વધુ લોકો માર્યા ગયા છે.
- Donald Trump ના આ નિર્ણયથી વકીલો પર મુશ્કેલી થઈ ઉભી
- IPL 2025 : ઈશાન કિશને શાનદાર વાપસી કરી, સિઝનની પહેલી સદી ફટકારી
- આફ્રિકન ટ્રસ્ટે Mahatma Gandhi નો વારસો ભારતને સોંપ્યો
- Delhi ઇન્ડિયા ગેટ, લાલ કિલ્લો, રાષ્ટ્રપતિ ભવન સહિત દેશભરના અનેક ઐતિહાસિક સ્થળોએ વીજળી પુરવઠો ખોરવાયો