Porbandarના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ હેલિકોપ્ટરમાં કુલ ચાર એરક્રુ સવાર હતા. આ દરમિયાન એક ક્રૂને બચાવી લેવામાં આવ્યો છે. અન્ય ત્રણ ક્રૂ ગુમ છે. ત્રણેય ક્રૂ મેમ્બરોની શોધખોળ ચાલુ છે. પ્લેનનો કાટમાળ પણ મળી આવ્યો છે.
ભારતીય કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરને સોમવારે મોડી રાત્રે પોરબંદરના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ હેલિકોપ્ટરમાં કુલ ચાર એરક્રુ સવાર હતા. આ દરમિયાન એક ક્રૂને બચાવી લેવામાં આવ્યો છે. અન્ય ત્રણ ક્રૂ ગુમ છે. ત્રણેય ક્રૂ મેમ્બરોની શોધખોળ ચાલુ છે. પ્લેનનો કાટમાળ પણ મળી આવ્યો છે.
ભારતીય કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે હેલિકોપ્ટર લોકોને બહાર કાઢવા જહાજની નજીક જઈ રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે સર્ચ ઓપરેશન માટે ચાર જહાજ અને બે એરક્રાફ્ટ મોકલ્યા છે.
કોસ્ટગાર્ડના ત્રણ જવાનો લાપતા થયા છે. ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે એમટી હરિ લીલામાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવા માટે સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે, હેલિકોપ્ટરને દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી, જે દરમિયાન તે ક્રેશ થયું હતું.