Bhupendra Patel: રાજ્યભરમાં ઠેર-ઠેર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું છે કે, ભગવાન સૂર્યનારાયણને વંદન સહ મકરસંક્રાંતિ પર્વની આપ સૌને હાર્દિક શુભકામના.
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવતા કહ્યું છે કે, ભગવાન સૂર્યનારાયણને વંદન સહ મકરસંક્રાંતિ પર્વની આપ સૌને હાર્દિક શુભકામના… પ્રકૃતિ વંદનાનું આ મંગલ પર્વ સૌના જીવનમાં પ્રગતિની સુખાકારી લઈને આવે, આપણું રાજ્ય અને દેશ વિકાસની નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરે, તેમજ સમાજમાં ભાઈચારાની ભાવના વધુ સુદૃઢ બને તેવી પ્રાર્થના. રાજ્યભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.