દેવભૂમિ દ્વારકા જિલ્લામાં Diwaliના તહેવાર પર જ મારામારીના બે બનાવ બન્યાછે. જેમાં દ્વારકા તાલુકાના મેવાસા ગામે ચાર વર્ષ પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી યુવાન પર ત્રણ શખ્સોએ ધાનક હુમલો કર્યો હતો. બીજા બનાવમાં કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે એકમાસ પૂર્વે થયેલા કજ-યાએ ફરી ભડકાનું સ્વરૂપ લેતા યુવાન પર ચાર શખ્સોએ લાકડીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

Diwali: કલ્યાણપુર તાલુકાના ડાંગવડ ગામે જૂના કજિયામાં યુવાન પર ચાર શખ્સોએ લાકડીથી કર્યો હુમલો દ્વારકા તાલુાકના મેવાસા ગામે રહેતા મનીષભા બાલાભા માણેક નામના ૨૪ વર્ષના યુવાનને આ જ ગામના રૂપસંગ ઉર્ફે રહેતા રૂપલો વાલાભા માણેક નામના શખ્સ સાથે આજથી આશરે ચારેક વર્ષ પૂર્વે ઝઘડો થયો ૧૮ હતો. જે બાબતનું મનદુઃખ રાખીને આરોપી રૂપસંગ રૂપે રૂપલોમાણેક તેમજ ન્ય આરોપીઓ રતાપભા ભોજાભામાણેક અને રણમલભા સામળાભા સુમણિયા નામના કુલ ત્રણ શખ્સોએ પૂર્વયોજીત કાવતરૂ રચીને ફરિયાદી મનીષભાને જાનથી મારી નાખવાના ઈરાદાથી સુરજકરાડી વિસ્તારમાં આવેલા એક મેડિકલ સ્ટોર પાસે અને અટકાવીને બુધવારે સાંજના સમયે તેમના પણ લોખંડની ટોમી વડે જીવલેણ હુમલો કરી, ગંભીર ઈજાઓ કર્યાની તેમજ બિભત્સ ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

કલ્યાણપુર તાલુકના ડાંગરવડ ગામે અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા રામભાઈ અરજનભાઈ મોઢવાડિયા નામના વર્ષના યુવાનને તેના મોટાબાપુ સાથે ચાલવાના રસ્તા બાબતે એકાદ મહિના પૂર્વે મનદુઃખ થયું હોય, જેના કારણે ટ્રેકટર રસ્તામાં કેમ રાખે છે? તેમ કહીને હમીર કરસનભાઈ મોઢવાડિયા, હાથીયા રમણભાઈ મોઢવાડિયા, પરબત વસ્તાભાઈ મોઢવાડિયા અને મિલન પરબત મોઢવાડિયા નામના ચાર શખ્સોએ ગેડિયા લાકડી વડે હુમલો કરી, ફરિયાદી રામભાઈ, તેમના પિતા અરજનભાઈ વસ્તાભાઈ મોઢવાડિયા અને માતા લીલુબેન ઉપર હ મલો કરી, ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.