Dhoraji: અહીંની પાલિકા સાવ ધણીધોરી વગરની થઈ ગઈ છે. લોકોના નાગરિક સેવાના અનેક કામો ખોરંભે પડ્યા છે. શહેરમાં સર ભગવતના સમયના રસ્તાઓ બેહાલ છે. ગટરો ઉભરાઈ રહી છે. લોકોને પાણી ડહોળું મળે છે નવાઈની વાત એ છે કે અહી લોકોને મરણમાં ય શાંતિ નથી! અહીના સ્મશાનગૃહમાં ઈલેક્ટ્રિક ભઠ્ઠી બંધ હોવાથી શબની અંત્યેષ્ટિ કરવામાં ભારે હાલાકી ઉભી થઈ છે અને લાકડાનો ઉપયોગ કરવો પડે છે.
Dhoraji: મશીનરી તેમજ હાઈડ્રોલિક સહિતના ઘણા સાધનો મરામત માગતા હોવા છતાં વહીવટદાર કે ચીફ ઓફિસર દ્વારા કોઈ જ પગલાં લેવાતા નથી
છેલ્લા દોઢ મહિનાથી Dhoraji નગરપાલિકાનું શાસન વહીવટદારના શાસનમાં ચાલી રહ્યું છે આવા સમયે લોકોને અપેક્ષા હોય છે કે વહીવટદારના શાસનમાં લોકો ને તાત્કાલિક સુવિધાના કામો થાય, પરંતુ છેલ્લા દોઢ મહિનાથી માનવજીવનની અંતિમ યાત્રાનો છેલ્લો વિસામો સ્મશાન ગૃહ પણ દોઢ મહિનાથી | બંધ હાલતમાં છે .અંતિમ વિસામા સમાન | સ્મશાન ગૃહમાં પહેલા લાકડા દ્વારા મૃતકની અંતેી કરવામાં આવતી હતી ત્યારબાદ એ જ સ્મશાન ગૃહના પરિસરમાં નવું ઈલેક્ટ્રીક સ્મશાન ગૃહ શરૂ કરવામાં હતું.
પરંતુ તેની યોગ્ય જાળવણી રહેતીને હોવાને કારણે ઈલેક્ટ્રીક સ્મશાન છાશવારે બંધ રહેતું હતું. જે સ્થિતિ આજે પણ છે. ઈલેક્ટ્રીક સ્મશાનમાં વારંવાર ક્ષતિઓ થવાને કારણે અંતેી માટે આવતા લોકોએ ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. સરકાર દ્વારા ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું પરંતુ યોગ્ય દેખરેખ અને સાર સંભાળ ન રાખવાને કારણે આજે છેલ્લા દોઢ માસથી ઈલેક્ટ્રીક સ્મશાન ગૃહ બંધ હાલતમાં છે.
સ્મશાન ગૃહમાં મશીનરીમાં તેમજ | હાઇડ્રોલિક સહિતના ઘણા કામો મરામત | માગતા હોવા છતા ચીફઓફિસર કે આવ્યું| વહીવટદાર કોઈ જ ધ્યાન આપતા નથી. ડાઘુઓએ ફરજિયાત પણે લાકડા દ્વારા | અંર્તેી કરવા ફરજ પડી રહી છે.