મોરબી તાલુકાના માણેકવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય બની ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધર્મા અને નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી રાખે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બાળ સંસદ ચૂંટણી માટે શાળા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ ધોરણ 3 થી 8ના બાળકોએ ઉમેદવાર તરીકે નામાંકન કરી ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયા માટે પ્રમુખ અધિકારી, પોલિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારી, સહાયક તેમજ મતદાન એજન્ટની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. શાળાના ધો. 3 થી 8ના તમામ બાળકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને બાળકોમાંથી સૌથી વધુ મત મેળવેલા આઠ બાળકોને ચૂંટાયેલા પ્રતિનિધિ જાહેર કરવામાં આવ્યા હતાં.
સમગ્ર પ્રક્રિયાનું આયોજન શાળાના શિક્ષક જીજ્ઞેશભાઈ સાણંદિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના સૌ શિક્ષકોએ સહયોગ આપ્યો હતો. આ તકે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, બાળ સંસદ રચના અને તેની પસંદગીની પ્રક્રિયા આવતીકાલના નાગરિક તરીકે બાળકોમાં દૃષ્ટિ અને દિશા માટે પ્રેરક રહેશે.. તેમજ આગામી લોકસભા ચૂંટણી પર્વમાં 100 ટકા મતદાન માટે બાળકો પોતાના પરિવારને સંદેશ આપશે.

- Ahmedabad: ગુજરાતમાં ₹5 લાખથી ઓછી કિંમતના મોટાભાગના સાયબર છેતરપિંડી રિફંડ સાથે સમાપ્ત થાય છે, એફઆઈઆર સાથે નહીં
- Ahmedabad: અમદાવાદમાં પત્નીને ઘરે એકલી જોઈને પતિએ તેના મિત્રની હત્યા કરી
- Ahmedabad: સરખેજમાં પ્રેમી પર લગ્ન માટે દબાણ કરીને કિશોરીની હત્યા, આરોપીની ધરપકડ
- Ahmedabad: તહેવારોની મોસમ દરમિયાન ગુજરાતમાં અકસ્માત-સંભવિત 50 બ્લેક સ્પોટ ઓળખાયા
- Gujarat: ગુજરાતના ધારાસભ્યોને વૈભવી અપગ્રેડ: ગાંધીનગરમાં ₹220 કરોડના ભવ્ય ફ્લેટ તૈયાર