Gujarat અને રાજય બહારથી જુદા જુદા સ્થળોએથી નાની સગીર બાળાઓનું અપહરણ કરી અમદાવાદમાં લાવી તેમની પર ત્રાસ અને અત્યાચાર ગુજારી ભીખ માંગવા અને ચોરી કરાવવા મજબૂર કરવાના કેસમાં ચીલ્ડ્રન્સ કોર્ટના સ્પેશ્યલ જજ અને એડિશનલ સેશન્સ જજ એસ.એલ.ઠક્કરે એક લેન્ડમાર્ક જજમેન્ટ દ્વારા મુખ્ય મહિલા આરોપી આનંદી અહાનંદ વામનભાઈ સલાટને દસવર્ષની કેદની સજા કટકારી છે. સગીર બાળાઓનું અપહરણ અને શોષણ કરી તેઓને ભીખ મંગાવવાના અને ચોરી કરાવવાના કૌભાંડમાં સેશન્સ કોર્ટ આ પ્રકારનો સૌપ્રથમ ચુકાદો આપ્યો છે.
Gujarat: સૂત્રધાર આંનદી સલાટને દસ વર્ષની સખ્ત કેદ : વેલ્ફેર કમિટીને બાળાઓના માતા-પિતાને શોધવા અને ને પુન: સ્થાપન માટેનો હુકમ
કોર્ટના સ્પેશ્યલ જજ રાજયકુમાર લવજીભાઈ ઠક્કરે ભોગ બનનાર બાળાઓના સાચા સરનામાની તપાસ કરવી અને તેના માતા-પિતાને શોષી તેમના પરિવાર સાથે મેળવી આપવાના સપન પ્રયાસો હાથ ધરવા ચાઈલ્ડ વેલ્ચર કમીટીને મહત્ત્વનો આદેશ કર્યોહતો. એટલું જ નથી, ભોગ બનનાર આ બાળીઓના પુનઃસ્થાપન માટેની નક્કર રૂપરેખા છ મહિનામાં તૈયાર કરવા અને જુવેનાઈલ જસ્ટિસ બોનિ આ અંગેનો રિપોર્ટ કરવા કમીટીને હુકમ કર્યો હતો.
કેસના ટ્રાયલ દરમ્યાન ફરાર થઈ ગયેલા આરોપીઓ આનંદ ઉર્ફે વિકાસ અહાનંદ સલાટ અને બેતાબ શીવમ અહાનંદ સલાટન પ્રકાશ નિર્દેશ કરી પકડાયેથી અલગથી ચાર્જશીટ કરવા જણાવ્યું હતું. કોર્ટે આ ચુકાદાની નકલ અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને શહેર પોલીસ કમિશ્નેનરને પણ મોકલી આપવા ઠરાવ્યું હતું.
સગીર બાળાઓ પાસે ભીખ મંગાવવાનું અને ચોરી કરાવવાનું શું હતુ કોભાંડ..?
આ કેસની વિગત એવી છે કે, આરોપીઓ ગુજરાત અને રાજય બહાર મહારાષ્ટ્ર તેમ જ આંતરિયાળ વિસ્તારના જુદા જુદા સ્થળોએથી નાની બાળાઓનું અપહરણ કરી અમદાવાદ ખાતે વટવા વિસ્તારમાં લાવી તેઓને ભારે ત્રાસ અને અત્યાચાર ગુજારી ભીખ મંગાવલા અને ચોરી કરાવવાનું કામ કરાવવા મજબૂર કરાતી હતી. આરોપીઓ માત્ર બાળાઓને જ ટાર્ગેટ કરતા હતા.
બાળાઓના માતા-પિતાની પીડા આગળ તો બ્રહ્માંડનો ભાર પણ ઓછો પડે કોર્ટે ચુકાદામાં બહુ જ સંવેદનશીલભવું અવલોકન કર્યું હતું કે, આરોપી ભોગ બનનાર બાળાઓને પોતાના ગુનાહીત હેતુને પાર પાડવા પોતાના આશ્રયમાં રાખી હતી અને તેઓનું શોષણ કર્યું છે. તેથી આરોપીનો ભૂતકાળ ભી ગુનાહીત નથી પરંતુ પરોક્ષ રીતે જોઈએ તો, આ બાળાઓનું શોપણ કરીને આરોપી મહિલાએ પ્રતિપળ નવો જ ગુનો આચર્યો છે. વધુમાં સંવેદનાની દ્રષ્ટિએ જોઈએ તો, ભોગ બનનાર બાળાઓના માતા-પિતા કદાચ આજે પણ તેમની આ દિકરીઓની શોધમાં વિહમાં ઝુરતા હશે. તેમની પીડા આગળ તો પ્રહ્માંડનો ભાર પણ ઓછો પડે.
બાળાઓ ના પાડે તો આંખમાં મરચું નંખાતુ અને ઢોર માર મરાતો ભોગ બનનાર એક બાળાએ પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે, આરોપી આનંદીએ તેની પાસે બીખ મંગાવવાનું કામ કરાવતી અને ચોરી કરાવતી. જો ભીખ માગવાનું કે ચોરી કરવાનું કામ કરવાનો ઈન્કાર કરીએ તો, તેની આંખમાં મરચું તાંખવામાં આવતું હતું અને ઢોર માર મારવામાં આવતો હતો. કોર્ટે આ જુબાનીને આધારભૂત અને વિશ્વસનીય માની હતી.
સરકારી વકીલ દેવેના પઢીયારે જણાવ્યું હતું કે. આરોપીઓએ એકબીજાના મૂળપીપળામાં નિર્દોપ અને સગીર બાળાઓને ઉઠાવી અપહરણ કરી અમદાવાદમાં લાવી તેઓને ભીખ માંગવાના અને ચોરી કરાવવા ગુનાહિત પ્રયન્ય અપરાઘમા સમાજમાં આ પ્રકારના બનાવી નોંધનીય રીતે વધી રહ્યા છે. આ પણ મોટો અને ગંભીર સામાજિક અપરાધ છે.