Bhuj: ગુજરાતમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. કચ્છ જિલ્લામાં પોર્સેલિન ફેક્ટરીમાં કામ કરતી વખતે એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા. મશીનમાં ફસાઈ જવાથી ત્રણેયના મોત થયા હતા. આ અકસ્માતમાં પિતા-પુત્ર મશીનમાં ફસાઈ ગયા, એક વ્યક્તિ તેમને બચાવવા ગયો અને તે પણ મશીનમાં ફસાઈ ગયો. ત્રણેય એક પછી એક મૃત્યુ પામ્યા.
મામલો કચ્છના ભુજ વિસ્તારનો છે. ભુજ તાલુકાના ધાણેટી ગામમાં બની હતી. આ ઘટનામાં કારખાનેદારનો 10 વર્ષનો પુત્ર રમતા રમતા મશીનમાં ફસાઈ ગયો હતો. આ જોઈને પિતા પણ બાળકને બચાવવા પહોંચી ગયા અને પોતે મશીનમાં ફસાઈ ગયા. બંનેને મશીનમાં ફસાયેલા જોઈ તેમનો પાર્ટનર પ્રકાશ વાઘાણી પણ તેમને બચાવવા ત્યાં પહોંચી ગયો હતો. આ ઘટનામાં તેમનું પણ મોત થયું હતું.
આ ઘટનામાં ત્રણેય લોકો ફસાઈ જતાં મશીન બંધ થઈ ગયું હતું. મશીન બંધ થયા બાદ ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ ઘટનામાં ત્રણેયના જીવ ગયા હતા. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ ઘટનાની તપાસ હજુ ચાલુ છે.
આ ઘટના અંગે માહિતી આપતા પધ્ધર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ભુજ તાલુકાના ધાણેટી ગામ પાસે આવેલી શ્રી હરી મિનરલ્સ પાસે સવારે 11 વાગ્યાના સુમારે આ અકસ્માત થયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે ફેક્ટરીના માલિક ગોવિંદ ચમડિયા (45), તેમના પુત્ર અક્ષર (10) અને ચમડિયાના ભાગીદાર પ્રકાશ વાઘાણી (32) ફેક્ટરીના મશીનમાં ફસાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ત્યાર બાદ કચ્છની આ દુ:ખદ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.