Jamnagar શહેરમાં તમાકુથી થતા રોગ સામે જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, અને ૧ ૫૯ જેટલા તમાકુ વિક્રેતાઓને ત્યાં નિયમના ભંગ બદલ ચેકિંગ કરીને ૧૦,૮૦૦ ના દંડ ની વસુલાત કરવામાં આવી હતી.

તમાકુ નિયંત્રણ કાયદાની ચુસ્ત અમલવારી માટે નિયમોનો ભંગ કરનાર વેપારીઓને નોટિસ પણ ફટકારીને ચેતવણી

Jamnagar: ગુજરાત સરકાર દ્વારા તા.૨૩-૦૯ ૨૪ થી તા.૨૨-૧૧-૨૦૨૪નાં સમયગાળા દરમ્યાન ટોબેકો ફ્રી યુથ કેમ્પાઇન અંતર્ગત તમાકુ નાં ઉપયોગ થી થતી મહામારી અટકાવવા અને રાજ્ય તમાકું નિયંત્રણ અધિનિયમનાં અમલીકરણ માટે જામનગરમા આરોગ્ય અધિકારી ડો.એચ.કે. ગોરીના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં વોર્ડ વાઈઝ કામગીરી કરવામાં આવી હતી.

જેમાં જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખાની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા જામનગર શહેર પોલીસ સ્ટાફ, જામનગર જીલ્લા . પંચાયતના સહયોગથી તા. ૧૫/૧૦/૨૪ થી તા. ૦૫/૧૧/૨૦૨૪ દરમ્યાન વોર્ડ નંબર ૧ થી ૮ નાં અલગ અલગ વિસ્તારોમાં આવેલી પાન-મસાલાની દુકાનોમાં ચેકીંગ | હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૫૯ આસામી ઓ ને નોટીસ પાઠવેલ અને શિક્ષાત્મક દંડનીય કામગીરી કરવામાં આવી હતી જેમાં કુલ રૂપિયા ૧૦,૮૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.