Jamnagarમાં મચ્છરનગરના એક બ્લોકમાં રહેતી મહિલાના ઘરમાં ગઈકાલે બે શખ્સો ઘુસી આવ્યા હતા અને મહિલાના પુત્રની સાથેની પૈસાની જૂની લેતી-દેતીનું મનદુઃખ રાખીને ઘરવખરી સહિતનો સામાન પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો, જેમાં પલંગના ઓશિકા નીચે રાખેલી ૧,૪૫૦૦૦ની રોકડ રકમ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. જે મામલે બંને સખતો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

Jamnagar: મહિલાના પુત્ર સાથેની અગાઉની પૈસાની લેતી-દેતીનાં મનદુઃખમાં બંને ઈસમોએ ઘરમાં પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી દીધાની ફરિયાદ

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે Jamnagarમાં મચ્છરનગર હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર-૨૩, રૂમ નંબર-૨૭૦માં રહેતી જોસનાબેન રમેશભાઈ પાનસુરિયા નામની ૫૦ વર્ષની મહિલાએ પોતાના ઘરમાં ઘૂસી જઈ પેટ્રોલ છાંટી ઘરવખરી સળગાવી નાખવા અંગે તેમ તેની સાથે એક લાખ પિસ્તાલિસ હજારની રોકડ રકમ સળગાવી નાખવા અંગે ગાંધીનગર વિસ્તારમાં રહેતા હિતરાજસિંહ વિક્રમસિંહ વાળા અને યશપાલસિંહ વાળા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

Jamnagar પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી જોસનાબેનના પુત્ર કિશન કે જેને આરોપી સાથે પૈસાની લેતી દેતીના મામલે મનદુથખ ચાલતું હતું. જે મનદુઃખના કારણે ગઈકાલે બંને શખ્સો પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને આવ્યા હતા અને તારા પુત્ર પાસે પૈસા લેવાના છે. તેમ કહી મહિલા સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ મહિલા દ્વારા ઘરમાં પડેલા પલંગના ઓશિકા નીચે એક લાખ ૪૫ હજારની રોકડ રકમ હતી, ઉપરાંત ઘરમાં પડેલી ઘરવખરી જે તમામ ઉપર બંને આરોપીઓએ પ્રવાહી છાંટી દીધું હતું અને દિવાસળી ચાંપી દઈ ભાગી છૂટ્યા હતા. જેથી ઘરમાં આગ લાગી ગઈ હતી અને તમામ રોકડ રકમ અને ઘરવખરી બળીને ખાખ થયા હતા. પોતે ડરના માર્યા ઘર છોડીને બહાર નીકળી ગયા પછી જોસનાબેને સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.

આ બનાવબસદ પીએસઆઈ ઝેડ. એમ. મલેક ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહિલાની ફરિયાદના આધારે બંને આરોપીય સિધ્ધરાજસિંહ તેમજ યશપાલસિંહ વાળા સામે બીએનએસ કલમ ૩૨૬ (જી), ૩૫૧- ૩ અને ૫૪ મુજબ ગુનો નોંધ્યો છે. આગના બનાવવાની જાણ થતા ફાયર બ્રિગેડની ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની અટકી હતી.