Chaitar Vasava News: નર્મદા જિલ્લાના ચીકદા તાલુકામાં આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભવ્ય રોડ શો યોજીને પ્રચંડ શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા માનવ મહેરામણ વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમેદવારોએ આત્મવિશ્વાસ સાથે પોતાના ફોર્મ ભર્યા હતા. આ તકે ચૈતર વસાવાએ ચીકદામાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે અને વિરોધી પક્ષો દ્વારા કરવામાં આવતા દબાણ સામે ‘કામની રાજનીતિ’ જ વિજયી બનશે. હજારો સમર્થકોના ગગનભેદી નારા અને જનતાના અભૂતપૂર્વ ઉત્સાહને જોતા આ રેલીએ વિરોધી છાવણીમાં સન્નાટો ફેલાવી દીધો છે, જે આગામી ચૂંટણીમાં AAPના ભવ્ય વિજયની ઉમ્મીદોને વધારે છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી મજબૂતી આગળ વધી રહી છે. કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટી સતત લોકો વચ્ચે જઈને તેમની સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરી રહી છે. બીજી તરફ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિવિધ રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, છતાં પણ આમ આદમી પાર્ટી લોકોના ન્યાય માટે સતત લડત આપી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. મહત્વનું છે કે આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5500 કરતાં વધુ ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે. પાર્ટીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને લોકોને અપીલ કરી છે કે તેઓ વધુને વધુ મત આપી આમ આદમી પાર્ટીને જીતાડે અને પ્રજાનું શાસન લાવે એવી અપીલ કરી છે.