Rajkotના ખૂટલેગરે મંગાવેલો ૭૧.૯૬ લાખનો અંગ્રેજી દારૂ એસએમસીએ પાણશીણા પાસેથી કબ્જે કર્યો છે. જો કે રાજકોટના ક્યા બૂટલેગરે દારૂનો આટલો જંગી જથ્થો મંગાવ્યો તે વિશે હજુ સુધી એસએમસીને કોઈ માહિતી મળી નથી. હરિયાણાથી આ દારૂનો જથ્થો આવતો હતો.
Rajkot: હરિયાણાથી દારૂનો જથ્થો આવતો હતો, જયપુરના બે ભાઈઓએ દારૂનો જથ્થો મોકલાવ્યાનું ખૂલ્યું એસએમસીના ડીવાયએસપી કે.ટી. કામરિવાને મળેલી માહિતીના આધારે પીએસાઈ ડી.વી. ચિત્રાએ સ્ટાફના માણસો સાથે પાણશીણા પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થયેલા કન્ટેનર અને ટ્રેલરને અટકાવી તલાશી લેતાં કન્ટેનરના ચીરખાનામાંથી અંગ્રેજી કારૂની ૩૩૯ જ્યારે ૧૬ બીલના ટ્રેલરમાંથી અંગ્રેજી દારૂની ૧૨૯૭ મળી કુલ ૧૦૩ પેટી મળી આવી હતી.
તે સાથે જ એમએમસીએ બંને વાહનોના ચાલકો પ્રકાશ કેશવનાથ જોગી અને ખેતારામ વાકારામ જાટ (રહે. બંને ભાડમેર, રાજસ્થાન)ને ઝડપી લીધા હતા. બંને વાહનો, રૂ।. ૭૧.૭૬ લાખનો દારૂ, બે મોબાઈલ ફોન, બે જીપીએસ ટ્રેકર વગેરે મળી કુલ રૂા. ૧.૧૧ કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પૂછપરછમાં બંને ડ્રાઈવરોએ એવી કબૂલાત આપી હતી કે દારૂનો આ જથ્થો ૭૧ લાખના અંગ્રેજી દારૂ સાથે પકડાયેલા બંને રાજસ્થાની ડ્રાઇવર હરિયાણાથી ભરી રવાના થયા હતા. વાયા જયપુર, ઉદેપુર, અમદાવાદ થઈ રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ પહોંચે ત્યારે જે શખ્સ ફોન કરે તેને દારૂના વાહનો આપી દેવાની સૂચના મળી હતી.
જેના પરથી એસએમસીએ રાજકોટના ભૂટલેગરે આ દારૂનો જથ્થો મંગાવ્યાનું તારણ કાઢ્યું છે. દારૂનો જથ્થો મોકલનાર તરીકે રાજસ્થાનના જયપુરના કોટપૂતલી ગામના સતપાલસિંહ યાદવ અને તેના ભાઈના નામ ખૂલ્યાં છે. એસએમસીના સૂત્રોએ જણાવ્યું કે આ બંને આરોપીઓ પકડાયા બાદ રાજકોટના કયા બૂટલેગરે દારૂનો આ જથ્થો મંગાવ્યો હતો તેનો ખુલાસો થશે. હાલ આ બંને આરોપીઓ સાથે એક મોબાઈલ પારક ઉપરાંત રાજકોટમાં દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા બુટલેગરને એમએસસીએ વોન્ટેડ દર્શાવી તપાસ આગળ ધપાવી છે.