Junagadh: વડોદરાના ગંભીરા બ્રિજ બાદ વધુ એક બ્રિજ તૂટી જવાની ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કેટલાક લોકો નદીમાં ખાબક્યા હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

મળતી માહિતી અનુસાર આત્રોલી ગામથી કેશોદ તરફ જવાના માર્ગ પર આ પુલ આવેલો છે.જર્જરીત પુલનું સમારકામ ચાલતું હતું ત્યારે આ ઘટના બની હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો. આ જર્જરીત પુલનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં હીટાચી મશીન સહિત કેટલાક લોકો નીચે નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી.