Board Exam: અમદાવાદ, ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં વિવિધ વિષયોમાં જે ચિત્ર આધારીત પ્રશ્નો હતા તેમાં પ્રજ્ઞાચક્ષુ એટલે કે દ્રષ્ટિહિન વિદ્યાર્થીઓ ચિત્ર જોઈ શકતા ન હોય જવાબો આપી શકતા ન હતા અને તેઓને મોટું નુકશાન જતુ હતુ.જેથી અંતે બોર્ડને આટલા વર્ષે આ બાબત ધ્યાને આવતા વિવિધ વિષયોમાં બોર્ડ પરીક્ષા પ્રશ્નપત્રોમાં ફેરફાર કરીને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ચિત્રના પ્રશ્નોની વિકલ્પમાં અન્ય પ્રશ્નો ઉમેરવામા આવ્યા છે.
Board Exam: ચિત્ર આધારિત પ્રશ્નોમાં જવાબ લખી શકતા ન હતા જેથી હવે વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવ્યા
Board Exam: ધો.૧૦માં ગણિત, વિજ્ઞાન, સામાજવિદ્યા તેમજ અંગ્રેજી સહિતના વિષયોમાં ઘણા પ્રશ્નોમાં ચિત્ર આપવામા આવે છે અને ચિત્ર આધારિત પ્રશ્ન હોય છે.જેમાં વિદ્યાર્થીએ ચિત્ર જોઈને અને સમજીને ગણતરી કરીને અથવા ચિત્ર ક્યાંનું ને છે તે સહિતના છે ક્યાં સ્થળનું છે અને કોને છે જવાબો લખવાના હોય છે. આ ઉપરાંત ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ભુગોળ સહિતના કેટલાક વિષયોમાં ચિત્ર આધારીત પ્રશ્નો હોય છે .ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં મોટી સંખ્યામાં દ્રષ્ટિહિન વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે ત્યારે ચિત્ર આધારીત પ્રશ્નોમાં તેઓ જવાબ આપી શકતા નથી. અન્ય પ્રશ્નોમાં દિવ્યાંગ વિદ્યાર્થીના રાઈટર-લહિયા વાંચીને સંભળાવે છે અને દિવ્યાંગ વિદ્યાર્થી જવાબ આપે છે.પરંતુ ચિત્ર આધારીત પ્રશ્નો તેઓ પણ સમજી શકતા નથી.
જેથી ધો.૧૦ અને ૧૨ના કેટલાક વિષયોમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ખાસવૈકલ્પિક પ્રશ્નો ઉમેરાયા છે.જેઓના જવાબો તેઓ હવે સરળતાથી આપી શકશે. શિક્ષણ બોર્ડ દ્વારા ગત વર્ષે ધો.૧૦ – ૧૨ની એક્ઝામ પેટર્ન બદલીને ૩૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો કરાયા હતા ત્યારે તે મુજબના નવા પરિરૂપ તૈયાર થયા હતા.આ વર્ષે પણ આ જ પરિરૂપ પ્રમાણે પરીક્ષા લેવાની હોય બોર્ડ દ્વારા ધો.૧૦- ૧૨ના હાલ કુલ ૧૭ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ(ગુણભાર, નમુનાના પ્રશ્નપત્ર) સાથે જાહેર કરાયા છે.