Aam Admi Party News: આજે સવારે ૯ વાગે વેજલપુર વિસ્તારમાં આવેલ નિરાલી સોસાયટીના રહીશો તથા આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક BJPના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર દ્વારા તેમની સોસાયટીમાં બનાવેલ ૩ ગેરકાયદેસર દુકાનો બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૩ વર્ષથી સોસાયટીના રહીશોએ ફરિયાદ કરવા છતાં કોર્પોરેશનનું અંધેર તંત્ર કોઈ પણ એક્શન લેતું નથી. અગાઉ પણ કોર્પોરેટરે સોસાયટીના રહીશોને મારી નાખવાની ધમકી પણ આપી હતી. માટે આજે સ્થાનિક રહીશો સોસાયટી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો અને ભાજપના કોર્પોરેટરની 3 ગેરકાયદેસર દુકાનો તોડવામાં આવે એવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી. આ વિરોધ પ્રદર્શનમાં સોસાયટીના રહીશ પ્રાંજલ દેસાઈ, સોસાયટીના ચેરમેન અને ભાજપના કાર્યકર કૌશિક ત્રિવેદી, Aam Admi Partyના નેતા જીતુ ઉપાધ્યાય, કિરણ દેસાઈ, ડોક્ટર કરન બારોટ, જીગર વાઘેલા, જીતેન્દ્ર કલાલ, યુનેશભાઈ, ફિરોજભાઈ, રાકેશ મહેરીયા, નીતિનભાઈ, પાંડેજી ઉપસ્થિત રહ્યા હતા અને BJP સરકાર વિરુદ્ધ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ નારીભાજી કરી હતી.

આ દરમિયાન ભાજપના કાર્યકર અને સોસાયટીના ચેરમેન કૌશિક ત્રિવેદીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલ અમારી પાણીની ટાંકી જર્જરિત અવસ્થામાં છે ડેવલોપમેન્ટની પ્રક્રિયા અમે સોંપી દીધી છે અને આના પર ઓલરેડી અનેકવાર ફરિયાદો થઈ ચૂકી છે. તેમ છતાં પણ આ તંત્ર મૌન કેમ છે? શું તંત્ર એમ ઈચ્છે છે કે 500 માણસની જાનહાની થાય? શું એની પછી તે લોકો અહીંયા તાઇફા કરવા આવશે? હું પોતે ભાજપનો કાર્યકર હોવા છતાં આજે મારે કહેવું પડે છે કે સરકાર ફક્ત કોર્પોરેટરની સાઇડ લઈ રહી છે, સરકાર નિષ્પક્ષ કામ કરી રહી નથી. અમે વોટ આપ્યા છે ભાજપને તો આજે અમારા જીવન શા માટે જોખમમાં મુકાયા છે? અમે મત આપ્યો છે તો તમારી ફરજ છે કે અમારું કામ કરી આપો અને અમારી સોસાયટીમાં જીવ જોખમમાં ન મુકાવવો જોઈએ. જો આ પાણીની ટાંકી પડી જશે અને કોઈ જાનહાની થશે તો શાસક પક્ષ અને તંત્ર અને જવાબદારી લેશે?