ગુજરાતમાં વોટિંગ કરવા ગયેલા એક વ્યક્તિએ વોટિંગ દરમિયાન પોલિંગ બૂથની અંદરથી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ વીડિયો શરૂ કર્યો હતો. તે ત્યાંથી લગભગ સાડા ચાર મિનિટ લાઈવ રહ્યો. આટલું જ નહીં આ દરમિયાન વોટિંગ મશીન ઉંધુ જોવા મળ્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે આ વ્યક્તિ ભાજપના સ્થાનિક નેતાનો પુત્ર છે. જેની ઓળખ વિજય ભાભોર તરીકે થઈ છે. વિજય ભાભોર પર ‘બૂથ કેપ્ચરિંગ’નો પણ આરોપ છે.

દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન 7 મે મંગળવારના રોજ થયું હતું. ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો પર પણ મતદાન થયું હતું. કારણ કે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર બિન હરીફ જીત્યા છે. મતદાન દરમિયાન ગુજરાતના મહિસાગર જિલ્લામાંથી કથિત બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો છે. મહિસાગરના પોલીસ અધિક્ષક (SP) જયદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ ઘટના જિલ્લાના પાર્થમપુરમાં એક મતદાન મથક પર બની હતી.

અહેવાલ મુજબ વાયરલ થયેલા આ ઘટના સાથે જોડાયેલા વીડિયોમાં દેખાતો વ્યક્તિ (જે વિજય ભાભોર હોવાનું કહેવાય છે) કહી રહ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ વિપક્ષે મતદાન મથકના લાઈવ વીડિયોની નકલ સાથે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. દાહોદના રિટર્નિંગ ઓફિસર નિરગુડે બબનરાવે જણાવ્યું હતું કે, એક વ્યક્તિ મતદાન કરવા મતદાન મથક પર જઈને તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરી રહ્યો હોવાની ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

આ કેસમાં મહિસાગર જિલ્લા પોલીસે વિજય ભાભોર અને અન્ય એક વ્યક્તિની અટકાયત કરી છે. મહીસાગર એસપીએ જણાવ્યું હતું કે વિજય ભાભોર સાંજે 5.49 વાગ્યે મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને ત્યાંથી સાંજે 5.54 વાગ્યે ચાલ્યા ગયા. એસપીના જણાવ્યા અનુસાર, તે પાંચ મિનિટમાં ભાભોરે ઇન્સ્ટાગ્રામ પર એક લાઇવ વીડિયો શરૂ કર્યો અને કથિત રીતે અન્ય બે મતદારો વતી પોતાનો મત આપ્યો.

આ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, મહીસાગરમાં ભાજપના નેતાના પુત્રએ ઈવીએમ મશીન સાથે રમત રમી. તેમણે કહ્યું કે ભાજપના નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગનો લાઈવ વીડિયો બનાવીને ચૂંટણી પંચ અને લોકશાહીનું અપમાન કર્યું છે.