આમ આદમી પાર્ટી(AAP)ના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વધુ એક 6,000 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે અને આના તાર ભાજપ સાથે પણ જોડાયેલા છે. BJPના પ્રદેશ પ્રમુખ સી આર પટેલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપના ધારાસભ્યો અને મિનિસ્ટરો સહિત અનેક ભાજપના આગેવાનો સાથે 6 હજાર કરોડનું કૌભાંડ કરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાના ફોટાઓ જોવા મળ્યા છે. ગુજરાતમાં કોઈ ભ્રષ્ટાચાર થાય અથવા તો કોઈ હોનારત સર્જાય ત્યારે તેના તાર હંમેશા ભાજપ સાથે જોડાયેલા જોવા મળે છે. તો શું આપણે એવું માની લઈએ કે ભાજપ સાથે જોડાઈને ગેરકાયદેસર ધંધા કરવાની છૂટ મળી જાય છે?
અમે વારંવાર કહીએ છીએ કે BJP ભ્રષ્ટાચારીઓને પોષી રહ્યું છે. ફક્ત છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 10,000થી વધારે નાણાકીય છેતરપિંડીઓ ગુજરાતની જનતા સાથે થઈ છે. આજે CID અને પોલીસ તપાસ કરી રહી છે તેમ છતાં પણ એકના બે , બે ના ચાર કરી આપવામાં મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર કેમ છે? બી ઝેડ ફાઇનાન્સિયલ કંપની ચલાવનાર ભુપેન્દ્રસિંહએ બીજી ઘણી બધી ઓફિસો શરૂ કરી છે અને આ બધી શાખાઓના ઉદ્ઘાટન જનપ્રતિનિધિઓએ કરેલા છે. અમારો સવાલ છે કે શું બીજેપી સાથે મેલમિલાપ રાખો તો કોઈ પણ કૌભાંડ કરો તો શું કોઈ કાર્યવાહી નહી થાય? અમારી માંગ છે કે આ મુદ્દા પર કાર્યવાહી ઝડપી બનાવવામાં આવે અને ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવે અને લોકોને ન્યાય અપાવવામાં આવે.