Dr. Karan Barot: ગતરોજ મોડી રાત્રે આમ આદમી પાર્ટીના યુવા નેતા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા Dr. Karan Barot દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનમાં VIP પાર્કિંગના નામે ચાલતી ઉઘાડી લૂંટનો ભાંડાફોડ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન AAP નેતા Dr. Karan Barotની સાથે સાથે નિશાંત ઠક્કર અને જૈમીન દેસાઈ પણ હાજર રહ્યા હતા. આ મુદ્દે AAP યુવા નેતા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે વિડિયોના માધ્યમથી વિસ્તારપૂર્વક જણાવ્યું કે, અમને વારંવાર ફરિયાદ મળી રહી હતી કે કાલુપુર રેલવે સ્ટેશન પર અમદાવાદની જનતાને અને સમગ્ર ગુજરાતમાંથી આવતા લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. જે લોકોને એક બે દિવસ માટે બહાર જવું છે અને પોતાની ગાડી અહીંયા મૂકવી છે એ લોકોના ખીસા ફાડીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અને કોન્ટ્રાક્ટરના ઘરમાં લોકોની મહેનતના પૈસા જઈ રહ્યા છે. ત્યારબાદ અમે અહીં આવીને જોયું કે કઈ રીતે VIP પાર્કિંગના નામે લોકો સાથે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. આરોહી એન્ટરપ્રાઇઝીસને અહીંયા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અહીંયા એક કલાકના 50 રૂપિયા લેવામાં આવે છે અને છ કલાક પછી એ અચાનક વધીને 100 રૂપિયા થઈ જાય છે અને જો કોઈએ 12 કલાક ગાડી મૂકવી હોય તો 900 રૂપિયા ચૂકવવા પડે છે અને અને જો વધારે કોઈએ 24 કલાક માટે ગાડી મૂકવી હોય તો 2100 રૂપિયા ચૂકવવા પડે છે તો આ રીતે વીઆઈપી પાર્કિંગના નામે ખુલી લૂંટ ચાલી રહી છે.

આ મુદ્દે વધુ વાત કરતા AAP યુવા નેતા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે જણાવ્યું હતું કે નીચેના ભાગમાં આવેલા સામાન્ય પાર્કિંગમાં વધુમાં વધુ 30થી 40 ગાડીઓ પાર્ક થઈ શકે છે અને એ પાર્કિંગ જ્યારે ફૂલ થાય ત્યારે ઉપર જે વીઆઈપી પાર્કિંગ બનાવવામાં આવ્યું છે અને એ વીઆઈપી પાર્કિંગમાં 24 કલાકના 2100 રૂપિયાની ખુલ્લી લૂંટ ચાલી રહી છે. અમદાવાદના સામાન્ય અને ગરીબ વર્ગના લોકો ગાડી લઈને અહીંયા એક દિવસ ગાડી પાર્ક કરે છે તો 2100 રૂપિયાની એમની પાસેથી લૂંટ ચલાવવામાં આવે છે. ભાજપના નેતાઓએ કોન્ટ્રાક્ટરો સાથે મળીને જનતાને લુંટવાનું કારસ્તાન રચ્યું છે. અહીંયા અમુક લોકોએ મને કહ્યું કે આ સર્વે થઈ રહ્યો છે કે “અહીંયા જે લોકો આવે છે અને એમના પાસેથી ઉઘાડી લૂંટ કરીએ તો કોઈ લોકો ફરિયાદ કરે છે કે નહીં, લૂંટના વિરોધમાં કોઈ બોલે છે કે નહીં અને જો કોઈ બોલતું નથી તો સર્વે સફળ થાય છે.” તો આ લૂંટના પૈસા આવનારા સમયમાં ડબલ અને ત્રીપલ પણ થઈ શકે છે. તો આ રીતે ભાજપ અમદાવાદના લોકો પાસે ખુલ્લી લૂંટ ચલાવી રહી છે