Praveen Ram AAP News: આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ Praveen Ramએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, નકલી રાષ્ટ્રવાદની વાતો કરનાર ભાજપ સરકાર ગુજરાતમાં ઘણા સમયથી માજી સૈનિકો સાથે અન્યાય કરી રહી છે. છેલ્લા 20-22 દિવસથી માજી સૈનિકો પોતાની માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે તે લોકો સાથે વાત કરવાની જગ્યાએ જ્યારે માજી સૈનિકોએ રેલીની પરમિશન માંગી તો રેલીની પણ પરમિશન આપવામાં આવી નહીં અને તેમના અવાજને દબાવવાનું કામ કરવામાં આવ્યું. અને ત્યારબાદ માજી સૈનિકોની અટકાયત પણ કરવામાં આવી છે.
આના પરથી દેખાઈ રહ્યું છે કે ભાજપના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે. એક બાજુ ભાજપ રાષ્ટ્રવાદની વાતો કરે છે અને બીજી બાજુ માજી સૈનિકોને અપમાનિત કરીને તેમની અટકાયત કરે છે. હવે ભાજપનો અસલી ચહેરો લોકો સમક્ષ આવી રહ્યો છે. આવા સમયમાં આમ આદમી પાર્ટી(AAP) જ માજી સૈનિકો સાથે ઉભી છે. આમ આદમી પાર્ટી માજી સૈનિકોના આંદોલનને સંપૂર્ણપણે સમર્થન આપે છે. આવનારા સમયમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે આમ આદમી પાર્ટી સૈનિકો સાથે મજબૂત રીતે ઉભી રહેશે. આમ આદમી પાર્ટીને દેશ પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છે. આમ આદમી પાર્ટીની દિલ્હી અને પંજાબની સરકારે સૈનિકો માટે એવું કામ કર્યું છે તે કોઈએ કર્યું નથી. આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા શહીદોના પરિવારને એક-એક કરોડની સન્માન રાશિ ચૂકવવામાં આવી છે. કારણ કે આમ આદમી પાર્ટી હંમેશા સૈનિકોનું સન્માન કરે છે.