Isudan Gadhvi: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂતો માટે ₹10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, મતલબ છે કે ખેડૂતો એક થયા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન ખેડૂતોએ પેકેજ જાહેર કરવું પડ્યું. આ પહેલા પણ જ્યારે ખેડૂતો એક થયા હતા ત્યારે પણ મહાકાય સરકારોની જુકવું પડ્યું હતું. આમ આદમી પાર્ટી ફક્ત નિમિત બની છે. આમ આદમી પાર્ટીએ કડદા પ્રથા વિરુદ્ધ આંદોલન ચલાવ્યું, કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું અને ખેડૂતો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર હજારો લાખોની સંખ્યામાં કિસાન મહાપંચાયતમાં પહોંચ્યા, તો ખેડૂતોને 10,000 કરોડનો ફાયદો થયો. તો વિચાર કરો કે આખા ગુજરાતના ખેડૂતો એક સમાજ બનીને ખેડૂત સમાજ તરીકે અવાજ ઉઠાવે તો ગમે તેવી સરકારી જુકવું પડે તેમ છે. બીજી મહત્વપૂર્ણ બાબત કે ખેડૂતોને કોડીનાર, સોમનાથ, દ્વારકા, જુનાગઢ, ખંભાળિયા સહિત અનેક વિસ્તારોમાં હું ગયો છું અને ત્યાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. હાલની તારીખમાં પણ ખેડૂતોના પાક પાણીમાં કરી રહ્યા છે. પાથરાઓ તરે છે અને મગફળી આખે આખી પાછી ઉગી ગઈ છે, એટલે કે એક અંદાજ પ્રમાણે 40,000 કરોડનું નુકસાન ખેડૂતોને થવાનો અંદાજ છે. હજુ પણ ઘણી જગ્યાએ પાણી ભરાયું છે માટે શિયાળુ પાક પણ થઈ શકે તેમ નથી તો એનું શું? એના માટે સરકારે કોઈ જાહેરાત કરી નથી. સાથે સાથે ખેત મજૂરો અને ભાગ્યાઓનો શું કારણ કે તેમને પણ પારાવાર નુકસાન થયું છે, એમના માટે પણ સરકારે કોઈ સ્પેસિફિકેશન નથી આપ્યું.
હું બે ખેડૂત પરિવારોની મુલાકાતે ગયો, જેમના પરિવારમાં ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. પત્નીના ઘરેણાં ગીરવે મૂકીને બિયારણ લીધા હતા અને તેની લોન પણ ચૂકવી શકાય તેવી પરિસ્થિતિમાં નથી. આ પરિસ્થિતિમાં ખેડૂતોને પંજાબની આમ આદમી પાર્ટીની સરકારની જેમ 50000 રૂપિયાની અમે માંગણી કરી હતી, પરંતુ સરકારે આ માંગણી પૂરી કરી નથી. આ માંગણી સાથે સહીત અમારી 10 માંગો સાથે આગામી સમયમાં અમે આખા ગુજરાતમાં કિસાન મહાપંચાયતો ચાલુ રાખીશું. આગામી એક મહિના સુધી અમે ખેડૂતોની જાગૃત કરવાનું ચાલુ રાખીશું. અમારી માંગણી છે કે તમે સંપૂર્ણપણે કડદા પ્રથા બંધ કરો? એમએસપી પર સંપૂર્ણપણે ખરીદી ક્યારથી શરૂ કરશો? આવા ગંભીર મુદ્દાઓ પર સરકાર કંઈ કરવા તૈયાર નથી. માત્ર નાના પેકેજ અને લોલીપોપ આપીને સરકારે ખેડૂતોને જે ભરમાવવાનું કામ કર્યું છે એ મુદ્દે પણ અમે ખેડૂતોને જાગૃત કરીશું.
એટલું ચોક્કસ કહી શકાય કે ખેડૂતો એક થયા, પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો માટે સરકારી જુકવું પડ્યું. બાકી બીજી બાજુ સરકારી ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ કર્યા છે ત્યારે સરકાર પાસે ફંડની કોઈ સમસ્યા આવતી નથી, આનો સ્પષ્ટ મતલબ થાય છે કે સરકાર પાસે રૂપિયાની કોઈ કમી નથી અને સરકાર રૂપિયા આપી શકે તેમ છે, પરંતુ સરકારની રૂપિયા આપવાની દાનત નથી. એટલા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની વાહરે આવી છે અને ખેડૂતો માટે મહાપંચાયતો યોજી અને સરકારે ત્યારબાદ અત્યાર સુધીનું સૌથી મોટું 10,000 કરોડનું ખેડૂતો માટેનું પેકેજ જાહેર કર્યું. બાકી ભાજપ હંમેશા ઉધોગપતિઓને પેકેજ આપે છે ખેડૂતોને મોટા પેકેજ આપતી નથી. મહારાષ્ટ્રની સરકાર ખેડૂતોના દેવા માફી કરવા જઈ રહી છે પરંતુ ગુજરાતની સરકાર આ વિશે વિચારતી નથી તો આ તમામ માંગણીઓ સાથે આગામી સમયમાં ખેડૂતોને એક કરવાનું અને જાગૃત કરવાનું તથા ખેડૂતોનો અવાજ બનવાનું આમ આદમી પાર્ટી ચાલુ રાખશે.





