Junagadh: શહેરી વિસ્તારમાં પશુઓના આગમન વધી રહ્યા છે. જૂનાગઢમાં અગાઉ મોતીબાગ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ તથા મધુરમ સોસાયટર્ટી વિસ્તારમાં દીપડાએ દેખા દીધા હતા ત્યાં ગત રાત્રે આરટીઓ રોડ પર બાઈક ચાલક અને એક મહિલા પર દિપડાએ હુમલો કર્યાનો બનાવ નોંધાયો હતો. હુમલાથી મહિલાને સામાન્ય ઇજા થઈ હતી જ્યારે બાઈક ચાલકને મોં પર ઈજા થઈ હતી.
Junagadhમાં બાઈક ચાલક અને મહિલા પર દીપડાનો હુમલો
ટ્રાફિકથી ધમધમતા મુખ્ય માર્ગ પર દીપડાના હુમલા થી આસપાસના રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. દિપડો હુમલો કરી નદી વિસ્તારમાં નાસી ગયા હતો. આ અંગે વન વિભાગને જાણ કરતા આ વિસ્તારમાં દીપડાને ઝડપી લેવા પાંજરું મુકવામાં આવ્યું છે. દિપડો નદી વિસ્તારમાં પાછળની સાઈડથી આવેલ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. અવારનવાર શહેરી વિસ્તારમાં દીપડાના આગમનથી લોકોમાં ફફડાટ ફેલાયો છે