Savarkundlaમાં બાઈક અને ફરનિચરની દુકાન ધરાવતા પ્રતિષ્ઠિત વેપારી અને જૈન શ્રેષ્ઠીને સોશ્યલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી રૂા. ૨૫ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અગાઉ રૂા.૨૫ લાખની ખંડણી માગ્યા બાદ ફરી રૂા.દસ લાખની ખંડણી માગી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કયી છે.આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતાં જેલ હવાલે કરાયો છે.

સોશ્યલ મીડિયામાં બદનામ કરવાની ધમકી, જાનથી મારી નાખવાની ધમકી આપતા વેપારીએ પોલીસનું શરણું લીધું

Savarkundlaમાં ફરનિચર અને બાઈક એજન્સી ધરાવતા પાલિકાના પૂર્વપ્રમુખભાજપ આગેવાન રાજુભાઈ જશવંતરાય દોશી નામના વેપારીએફરિયાદમાં જણાવ્યું છેકે અશરફભાઈ ઉર્ફે ચીનગારી કુરેશી આવ્યા હતા. આ વ્યક્તિ વેપારી અને એના પત્નીને ગંદો ફોટો અને બીભત્સ શબ્દોવાળુ લખાણ લખીને સાપ્તાહિક ન્યુઝ ચેનલમાં અને સોશ્યલ મીડિયામાં આજથી દોઢ વર્ષ પહેલા મુકીને વાયરલ કરતો હતો એવો તેણે એફઆઈઆરમાં આક્ષેપ કર્યો છે.

વધુમા જણાવ્યું છે કે અગાઉની ઘટના બાદ એ પછી દોઢ વર્ષ પહેલા મારી ઓફિસે પર આવીને કહેલું કે તમારે બદનામ થવું ન હોય તો મને રૂા. ૨પલાખ આપવા પડશે. અને વધુ બદનામ કરવાની ધમકી આપી હતી. એ પછી એક માસ પહેલા વેપારી શોરૂમ પર વોકિંગ કરતા હતા એ વખતે આજ વ્યકિતેએ ફરી આવીને તારે મને દસ લાખ દેવા છે કે નહી? હુંતને બદનામ કરી નાખીશ. તું ધંધા પર જઈશ ત્યારે રોડ પર તને પતાવી દઈશ.