Bhuj : સરકાર દ્વારા રાશનકાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરાવવા ઈ-કેવાયસી ફરજીયાત બનાવવામાં આવ્યા બાદ ભુજની કચેરીઓમાં લાંબી કતારો જોવા મળે છે. ભુજ મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડમાં કેવાયસી કરાવવા માટે લોકો ગામડામાંથી દરરોજ ધક્કા ખાઈ રહ્યા છે. રોજના એકસો જેટલા ટોકન આપવામાં આવતા હોવાથી વહેલી સવારથી મામલતદાર કચેરીમાં અરજદારોની ભીડ ઉમટે છે. તો બીજીતરફ, રાશનકાર્ડ સાથે આધાર લીંક અને આધાર અપડેશનની કામગીરીમાં ડિજિટલ ધાંધીયાના કારણે અરજદારોને વધુ હેરાન પરેશાન થવું પડે છે.
કાર્ડધારકો માટે રાશન કાર્ડ સાથે આધાર લીંકની ઈ-કેવાયસી કરવાની ગત સપ્ટેમ્બરથી ચાલુ થયેલી કામગીરી કચ્છ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરો મારફત થઈ શકે છે. આ ઉપરાંત જિલ્લાની સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને પણ આ કામગીરી કરી આપવા જિલ્લાના પુરવઠા વિભાગે સુચના આપી છે. તેમજ શિક્ષિત અને જાણકાર નાગરિકો ‘માય રાશન’ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરીને આધારકાર્ડ અને રાશનકાર્ડને લીંક કરીને ઈકેવાયસી જાતે કરી શકે છે. ભુજ ઉપરાંત તાલુકા મથકોએ આ કામગીરી થાય છે જયાં પણ અરજદારો સવારથી કતારો લગાવે છે.
ઘણી વખત સર્વરના ધાંધીયાના કારણે આવી કામગીરીમાં કલાકો લાગી જાય છે. કચેરીના ઓપરેટરો તેમજ જવાબદારો જણાવી રહ્યા છે કે, અમે લોકોની હાલાકી નિવારવા કચેરીની સમય મર્યાદા હોવા છતાં વધુમાં વધુ લોકોને ધક્કો ન થાય તે માટે તેના કામ કરી આપીએ છીએ. જેથી, કામગીરી વહેલી પુરી થાય.ડીજીટલ ઈન્ડિયાની વાતો વચ્ચે જિલ્લા મથક ભુજ સહિત જિલ્લાભરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવું શિરદર્દ સમાન બન્યું છે. આધાર કેન્દ્રો ઉપર વેબસાઈટમાં ખામી સર્જાતી હોવાથી ઓનલાઈન એપોઈમેન્ટ મળતી નથી.
આધાર કેન્દ્ર પર લાંબી લાઈનોથી અરજદારો ભારે હેરાન પરેશાન થાય છે છતાં તંત્ર બેખબર બન્યું છે. આધારકાર્ડ ભારતમાં ઓળખનો જરૂરી મુખ્ય દસ્તાવેજ બની ગયું છે. આધારકાર્ડમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે નાગરિકોને આધાર યુઆઈડીઆઈની વેબસાઈટ પર જઈને ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવી પડે છે. આ એપોઈટમેન્ટના આધારે જ નાગરિકો આધાર કેન્દ્રો પર જઈને પોતાના આધાર કેન્દ્રો પર જઈને પોતાના આધાર કાર્ડમાં ફેરફાર કરાવી શકે છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવવામાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આધાર માટેની વેબસાઈટમાં સતત તકનીકી ખામી સર્જાતા ઓનલાઈન એપોઈમેન્ટ મેળવવી લગભગ અશક્ય બની ગઈ છે.
આ પણ વાંચો..
- Ahmedabad Child Rape: પત્નીએ સંબંધ બનાવની ના પાડી, પતિએ 6 વર્ષની સાવકી પુત્રીનો કર્યો બળાત્કાર
- તરબૂચના ઢગલામાં મળી આવ્યો દારૂનો મોટો જથ્થો…Surat ક્રાઈમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી, દાણચોરની થઇ ધરપકડ
- Ahmedabad: માતાએ પોતાના દીકરાને મારવા માટે જે કોન્ટ્રાક્ટ કિલરને રાખ્યો હતો, હત્યારાએ સોપારી અપનારનેજ મારી નાખ્યો, 5 વર્ષ પછી પકડાયો
- હોટલ સ્ટાફનો બીચ પર કાર ધોવાનો આઈડિયા પડ્યો ઊંધો, Gujaratના પ્રવાસીઓની ફોર્ચ્યુનર ગોવામાં ડૂબવાથી માંડ માંડ બચી
- Ahmedabad: ગેસ સિલિન્ડરના કાળાબજાર બદલ એક વ્યક્તિની ધરપકડ, 65 સિલિન્ડર જપ્ત





