Bhavnagar: ભાવનગર જિલ્લાના પોલીસ વડા (SP) નિતેશ પાંડેની એક કાર્યવાહીથી પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નિતેશ પાંડેએ ફરજમાં બેદરકારી દાખવવા બદલ એક સાથે 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. તાબડતોડ 7 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે.

મળતી માહિતી અનુસાર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ લાલઆંખ કરીને આ તમામ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. સસ્પેન્ડ કરાયેલા આ 7 કર્મચારીઓ ભાવનગર જિલ્લાના અલગ અલગ પોલીસ મથકો અને વિભાગો સાથે જોડાયેલા હતા. આ કડક નિર્ણયને કારણે સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે અને અન્ય કર્મચારીઓમાં પણ પોતાની ફરજ પ્રત્યે ગંભીરતા દાખવવાની તાકીદ થઈ છે.

નોંધનીય છે કે, ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેડ ક્વાર્ટર ના 2 કર્મચારી,નીલમબાગ પોલીસ મથક ના 1,ખુંટવડા ના 1 પોલીસ કર્મચારી,2 QRT ના પોલીસ કર્મચારી તેમજ MT વિભાગ ના 1 મળી કુલ 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.