ભરૂચ : ‘મારા પર આ લોકો ખોટા કેસ બતાવે છે. હું પહેલા દારૂ વેચતો હતો પણ મે ચાર મહિનાથી બધુ બંધ કરી દીધું છે. એક કેસ તો મે કબૂલ કરી લીધો છે, તો પણ આ લોકો મારી ગાડી પણ નથી છોડતા અને મને ખોટો ફસાવે છે. રાતના મારી છોકરીને અને મારી વાઈફ અને મારી બહેનને પણ લઈ ગયા હતા. રોજ ઘરે આવે છે. બધુ ચેક કરે છે. મારા ઘરના ને પણ અપશબ્દો બોલે છે. આ લોકોને ધંધો મારી પાસે ચાલુ કરાવવો છે અને નહીં કરૂ તો રૂપિયા માગે છે. ગામમાં મને રહેવા જેવો નથી રેવા દીધો, એટલે હું દવા પીને મારૂ જીવન ટૂંકાવું છું. મારા ગયા પછી મારા ઘરવારાને હેરાન ના કરે બસ આ મારી અરજી SP સાહેબ પાસે જઈને યોગ્ય પગલા લેવામાં આવે’.

આ શબ્દો ભરૂચના નબીપુરાના એક યુવકે સુસાઈડ નોટમાં લખ્યાં છે. અને બાદમાં મોતને વ્હાલુ કરી લીધુ. યુવક અગાઉ દારૂનો વ્યવસાય કરતો હતો. જેની પાસે આર્થિક ભરણ ભાળી ગયેલા પોલીસ ઈન્સપેક્ટર ઈચ્છતા હતા કે યુવક ધંધો ચાલુ જ રાખે. પરંતુ યુવકે ચાર માસથી ધંધો બંધ કરી દીધો હતો, જે પી.આઈ.ને ગમ્યુ નહીં અને આવક બંધ થતી જોઈ યુવકને માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો અને ખોટા કેસોમાં ફસાવવા સહિત નાણાં પડાવવાની ધમકીઓ આપવામાં આવવા લાગી.

ભરૂચના નબીપુરાની આ ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યુ છે. આ ઘટના આપત્તિજનક અને દુઃખદ છે, જે રાજ્યની પોલીસ વ્યવસ્થા અને ન્યાયપ્રણાલી પર એક ગંભીર સવાલ ઊઠાવે છે. આ યુવકના જીવનના અંતે, જેમણે પોતાનો જીવ ગુમાવવાનો પગલાં લીધો, એનું મુખ્ય કારણ પોલીસ ત્રાસ અને બેઇમાની છે, જેનું ખુલાસો તેમના સુસાઇડ નોટમાં થયો. આ સુસાઇડ નોટમાંથી આ સ્પષ્ટ થાય છે કે, આ યુવકને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યો, અને માનસિક અને સામાજિક દબાણોનો સામનો કરવો પડ્યો.

સાંસદ મનસુખ વસાવાએ તો આ બાબતે પહેલા જ જિલ્લા પોલીસ વડાનું ધ્યાન દોર્યુ હતુ, પરંતુ તેમની વાતની અવગણના કરવાના પરીણામ સ્વરૂપે એક યુવકે આપઘાત કરવાની ફરજ પડી છે.
ઘટના બાદ તેની ગંભીરતા જોઈને જિલ્લા પોલીસવડા મયૂર ચાવડાએ નબીપુર પોલીસ મથકના ઈન્સ્પેક્ટર એમ.કે. પરમાર અને બે પોલીસ કર્મચારીઓ, રાજેન્દ્ર અને સંદીપ સામે એટ્રોસીટી અને દૂષ્પ્રેરણની ફરીયાદ નોંધી છે અને હાલ આ મામલે પી.આઈ.ને લીવ રીઝર્વમાં મૂકી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો..
- ભૂતપૂર્વ ખેલાડીએ Mumbai Indians ની સંભવિત પ્લેઇંગ ઇલેવન કરી પસંદ
- ‘પાકિસ્તાનને ભાન આવશે અને તે…’ ભારત-પાકિસ્તાન સંબંધો પર PM Modi નું મોટું નિવેદન
- ભારતમાં બની રહી છે એશિયાની સૌથી લાંબી Hyperloop Tube
- LSGમાં જોડાતાની સાથે જ ઋષભ પંત શો સ્ટોપર, આ ગીતથી ઝહીર ખાનને કર્યો પ્રભાવિત
- Gujrat: ‘મોતનું તળાવ’, 5 બાળકો ડૂબ્યા, એકનો હજુ પત્તો નથી..!!