ખેડા જિલ્લાના મહેમદાવાદ નજીક 2013માં પોતે નાયબ મામલતદારનો સિમ્બોલ લગાવીને ફરતા ઈસમને Court દ્વારા 14 માસની સજા ફટકારી છે. પોતે નાયબ મામલતદાર ન હોવા છતાં ખોટી રીતે ઓળખ ઉભી કરતા ફરીયાદ નોંધાઈ હતી.

મહેમદાવાદ પોલીસ 16 ઓક્ટોબર, 2013ના રોજ રાસ્કા આમરસરણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમિયાન રાસ્કા નજીક આવતા બાતમી મળી હતી કે, એક સફેદ કલરની અલ્ટો ગાડી નં.જીજે.7 એ.આર. 5845ની અમદાવાદ તરફથી આવે છે. જે ગાડીના ચાલક પોતે નાયબ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટેટ ન હોવા છતા પોતાની ગાડી ઉપર નાયબ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટેટનું લખાણ ગાડીની આગળ અને પાછળ લખી ફરે છે.

જેથી રાસ્કા ચેક પોસ્ટ પર જઈ વોચ ગોઠવી હતી. આ વોચમાં આ ગાડી પકડાઈ ગઈ હતી. તેમાં બેઠેલા ઈસમનું નામ પૂછતા તે મહેન્દ્રભાઈ અંબાલાલ લિમ્બાચીયા (રહે. નેનપુર) હોવાનુ બહાર આવ્યું હતું. પોલીસે પૂછપરછ કરતા મહેન્દ્રભાઈએ   પોતે નાયબ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટેટ બાવળાના હોવાનુ જણાવી આઈડેન્ટીટી કાર્ડ બતાવ્યું હતું   જે જોતા ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા ઈસ્યુ કરેલ હોવાનું દેખાતું હતું.  જે અંગે બાવળા મામલતદાર કચેરીમાં તપાસ કરાવતા મહેન્દ્રભાઈ અંબાલાલ લિમ્બાચીયા નામના કોઈ કર્મચારી ફરજ બજાવતા નહી હોવાનુ બહાર આવ્યું હતું. 

આ અંગે મહેમદાવાદ પોલીસમાં મહેન્દ્રભાઈ અંબાલાલ લીમ્બાચીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે તપાસ કર્યા બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી  આ કેસ મહેમદાબાદ કોર્ટમાં ચાલ્યો હતો સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને Court દ્વારા આરોપી મહેન્દ્રભાઈ અંબાલાલ લીમ્બાચિયાને દોષિત ઠેરવી 14 મહિનાની સજા ફટકારી છે.

આ પણ વાંચો..