ઓખાથી Bhavnagar આવી રહેલા ટ્રેનને થોડા માસ પૂર્વે મધરાત્રિના સમયે કુંડલી-બોટાદ વચ્ચેથી પસાર થઈ રહી હતી. ત્યારે રેલવે લાઈન પર સ્લીપર અને બેલાસ્ટર વચ્ચે ખાડો કરી સળિયાની મદદથી જૂની રેલવે લાઈનનો લોખંડનો પાટો ટેકવી રાખવામાં આવતા ટ્રેન ધડામ દઈને અથડાતા એન્જિન બંધ પડી ગયું હતું. આ મામલે રેલવે તંત્ર દ્વારા રાણપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ કરવામાં આવતા રમેશ ઉર્ફે રમુડીઓ કાનજીભાઈ સલિયા અને જયેશ ઉર્ફે જયલો નાગરભાઈ બાવળિયા (રહે, ,બન્ને અળવ તા.રાણપુર) નામના શખ્સોને ઝડપી લઈ પૂછતાછ કરી હતી.

Bhavnagar: ટ્રેનના મુસાફરોને લૂંટી લેવાનું કાવતરુ ઘડાયું હતું

જેમાં બન્ને શખ્સે મુસાફરોના રોકડ રૂપિયા, ઘરેણાં સહિતની સરસામાન લૂંટવાના ઈરાદે કાવતરું ઘડી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. દરમિયાનમાં જેલમાં રહેલા બન્ને શખ્સે બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં જામીન મુક્ત થવા અરજી કરતી આ અરજીની સુનવણી હાથ ધરાઈ હતી.

જેમાં બોટાદ એસઓજી તરફથી કેસ પેપર્સ રજૂ થયા હતા અને આરોપી પક્ષે દલીલ કરવામાં આવી હતી. તેમજ સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાએ અદાલતમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, આગુનામાં આરોપીઓ અરજદારોનું દૂષિત માનસ જણાય છે. તેમાં સફળ થયા હોત તો પેસેન્જરોના જીવને અને રેલવેને નુકશાન થયું હોય, આ ગુનાની સજા મૃત્યુદંડ અને આજીવન કેદને પાત્ર હોય, જામીન અરજી રદ થવી જોઈએ. આ તમામ હકીકતો, થયેલી રજૂઆતોને ને ધ્યાને લઈ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજએચ.આર.રાવલે બન્ને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી.