Gondal: આજકાલ ડિજિટલ એસ્ટેટ સહિતની અલગ અલગ મોડસ ઓપરેન્ડી દ્વારા સાઈબર ક્રાઈમનાં કિસ્સા બની રહ્યા છે. કેટલાક લોકો તેનો ભોગ બની રહ્યા છે, ત્યારે જાણીતા સાહિત્યકાર સાઈબર ક્રાઈમનો ભોગ બનતા બચી| ગયાની ઘટના સામે આવી છે.
Gondal: ઘોઘાવદર ખાતે છેલ્લા પાંત્રીસ વર્ષથી આશ્રમ અને ગૌશાળા ચલાવતા જાણીતા સાહિત્યકાર અને સંશોધક ડો.નિરંજનભાઈ રાજ્યગુરુનાં મોબાઇલ પર વોટસઅપ કોલ આવ્યો હતો. જેમાં હિન્દીમાં વાત કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી કહ્યું કે “આપ મોટા માણસ છો, આપનાં દીકરાએ ખોટું કામ કર્યુ છે, તે અમારી હીરાસતમાં છે, તેને છોડાવી લ્યો.’
આ સાંભળી ડો.નિરંજનભાઈ રાજ્યગુરુ ચમકી ઉઠયા હતા કારણ કે તેમનાં બન્ને દીકરા તેમની પાસે આશ્રમમાં હાજર હતા, તો આ ત્રીજો દિકરો ક્યાંથી ફુટી નિકળ્યો!? કંઈક ગડબડ હોવાનું જાણી લઈ તેમણે વોટસઅપ કોલનો સ્ક્રીન શોટ પાડી લઈ વાત લંબાવી પુછ્યું કે મને વાત કરાવો. હિન્દીભાષી વ્યક્તિએ પુછ્યું કે તમારો દિકરો તમને શું કહી બોલાવે છે? નિરંજનભાઈએ કહ્યુ કે: એકહ્યુકે મને પપ્પા કહીને બોલાવે છે. તે પછી કોલમાં વાત કરાવતા સામે છેડે રડી રહેલા બાળકે શુધ્ધ ગુજરાતી ભાષામાં કહ્યું ‘પપ્પા મારી ભુલ થઈ ગઈ, મને માફ કરીદો, મને છોડાવો.’
આટલું સાંભળતા જ તેમણે પોલીસ ઓફિસરની ઓળખ આપનાર ને કહ્યું કે સારુ, હું ગોંડલ ડીવાય એસપી સાથે વાત કરું છું. આ સાંભળી વોટસઅપ કોલ કટ થઈ ગયો હતો. બાદમાં તેમણે સ્ક્રીન શોટ પીઆઈ ઝાલાને ફોરવર્ડ કરી બનાવની જાણ કરી હતી. નિરંજનભાઈએ પાડેલા સ્ક્રીન શોટમાં ફોન નંબર અને ફ્રોમ પાકિસ્તાન લખાયેલું હતું. બનાવ અંગે સાઈબર ક્રાઈમમાં ફરિયાદની તજવીજ હાથ ધરી છે. પાકિસ્તાનથી વ્હોટસએપ કોલ કરનારે પોલીસ અધિકારી તરીકે| ઓળખ આપીને તમારો પુત્ર અમારી હિરાસતમાં છે એમ કહ્યું