વેરાવળ, દેશના પ્રથમ જયોતિર્લિંગ Somnath મહાદેવ શિવાલયમાં શ્રાવણના અંતિમ સોમવારે આશરે અડધા લાખ લોકો મહાદેવજીના દર્શન કરે એવી શકયતા છે. વહેલી સવારે ચાર વાગ્યે ખૂલી જશે. Somnathના દર્શન માટે ટ્રષ્ટની તમામ ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસો હાઉસ ફૂલ થઈ ગયા છે. આજે શ્રાવણી અમાસ હોવાથી ત્રિવેણી કાંઠે, દેહોત્સર્ગ નજીક પિતૃતર્પણ માટે હજારો લોકો ઉમટી પડશે.
Somnath: ધર્મશાળાઓ-ગેસ્ટહાઉસફુલ, સવારથી અનેકવિધ મહાપૂજાની ભક્તિમય શૃંખલાઃ ત્રિવેણીકાંઠે અનેક લોકો પિતૃતર્પણ કરશે
શ્રાવણના પાંચમાં સોમવારે વહેલી સવારે ચાર વાગ્યે હર હર મહાદેવ, બમ બમ ભોલેના નાદ, ઘંટારવ સાથે મંદિરના દ્વાર ખૂલ્યા. સવારે ૬ થી ૭ મહાપૂજા થયા બાદ ૭ વાગ્યે પ્રચંડ ધ્વનિ સાથે મહાઆરતી યોજાઇ. જે પછી ૭-૧૫ કલાકે મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ થયુ. સાડા સાત વાગ્યે પૂરો થયુ. એ પછી ૮ વાગ્યે નૂતન ધ્વજારોહણ થયુ હતુ. સવાલક્ષી બિલ્વ પૂજાનું પણ આયોજન થયું છે. તેમજ પાલખીયાત્રા પણ યોજાઇ.
તા.૩ને મંગળવારે શ્રાવણનો અંતિમ દિવસ છે. જેમાં મહાદેવજીને સવાલક્ષી બિલ્વપૂજાથી રીઝવવામાં આવશે. સાંજે ૫ થી ૮.૩૦ સુધી અન્નકૂટ દર્શન થશે. આજે ગીરસોમનાથ જિલ્લાના હજારો સ્થાનિક લોકો પગપાળાથી સોમનાથ પહોંચી દર્શન લાભ લેશે.
શ્રાવણ માસની અંતિમ તિથિઓમાં અહીંના ગેસ્ટ હાઉસો, હોટલો, ધર્મશાળાઓ, હાઉસફૂલ થઈ ગયા છે. સોમનાથ ટ્રષ્ટ, ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્રના ઉપક્રમે યાત્રાળુઓ માટે ભોજન-ફળાહારની સુવિધા ઉપલબ્ધ છે.