Gujarat: ગુજરાતમાં હવે શિયાળાની શરૂઆત થઈ રહી છે. વહેલી સવારથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાતે તાપમાનનો પારો ધીમે ધીમે ઓછો રહ્યો છે. આજે રવિવારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રાતનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં રાતના લઘુત્તમ તાપમાનનો પારો 18.7 ડિગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે કચ્છના નલિયામાં 19.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
અમદાવાદ – 22 ડિગ્રી
વડોદરા – 21.2 ડિગ્રી
ભાવનગર – 21 ડિગ્રી
ભુજ – 22.4 ડિગ્રી
ડીસા – 21.1 ડિગ્રી
દિવ – 20 ડિગ્રી
દ્વારકા – 24.7 ડિગ્રી
ગાંધીનગર – 18.7 ડિગ્રી
કંડલા – 24.2 ડિગ્રી
નલિયા – 19.8 ડિગ્રી
પોરબંદર – 19.6 ડિગ્રી
રાજકોટ – 20.6 ડિગ્રી
સુરત – 23.6 ડિગ્રી
વેરાવળ – 23.7 ડિગ્રી
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથીઠંડીનું પ્રમાણ વધ્યું
મળતી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સુરતમાં વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ નોંધવામાં આવ્યું છે. ત્યારે આ સાથે જ સમગ્ર સુરત શહેરમાં ભારે ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે, વાહનચાલકોને ધુમ્મસના કારણે મુશ્કેલી થઈ હતી અને વાહનોની લાઇટો ચાલુ રાખીને રસ્તા પર નીકળવાની ફરજ પડી હતી.