Manoj Sorathiya News: આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiyaએ અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ દ્વારા તમામ આરોપોમાં નિર્દોષ જાહેર કરાતા પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નહીં. અંતે સત્યનો વિજય થયો છે. ભાજપ દ્વારા શડ્યંત્ર રચી અરવિંદ કેજરીવાલજી ઉપર ખોટા કેસો કરી, ED મારફતે પૈસા, ભ્રષ્ટાચાર, દારૂ કૌભાંડ જેવા ખોટા આરોપો લગાવી જેલમાં ધકેલવામાં આવ્યા હતા. ગઈકાલે માન્ય દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ આરોપો ખારીજ કરીને અરવિંદ કેજરીવાલજીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ દેશના ઇતિહાસમાં પહેલી વખત કોઈ રાજ્યના મુખ્યમંત્રીને ખોટા કેસોમાં જેલમાં નાંખવાનો પ્રયાસ ભાજપે કર્યો હતો. કોર્ટે ચુકાદો આપતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે.
Manoj Sorathiyaએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ ગઈકાલે પણ ઈમાનદાર હતા, આજે પણ ઈમાનદાર છે અને આવતીકાલે પણ ઈમાનદાર રહેશે. જો આ દેશમાં અરવિંદ કેજરીવાલ ઈમાનદાર નથી, તો પછી કોઈ ઈમાનદાર રહી જ નથી શકતો. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે દિલ્હીની જનતા સાથે જે રીતે રાજકીય બદલો લેવા ખોટી કાર્યવાહી કરી, ખોટું ચિત્ર ઉભું કરવાનો પ્રયાસ કર્યો, તેનો જવાબ દેશની જનતા સમય આવે ત્યારે ચોક્કસ આપશે. આ નિર્ણયને ખુશીની અને ગૌરવની ક્ષણ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે સત્યની જીત થઈ છે, ન્યાયવ્યવસ્થાની વિશ્વસનીયતા વધુ મજબૂત બની છે. આમ આદમી પાર્ટીની ઈમાનદાર અને વિકલ્પિક રાજનીતિ સાથે જોડાયેલા તમામ કાર્યકરો અને સમર્થકોને અભિનંદન પાઠવ્યા હતા.





