Pravin Ram AAP: આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે કેશોદ તાલુકાના પંચાળા ગામ થી “ઘેડ બચાવો પદયાત્રા”ની શરૂઆત કરી હતી. 5 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ યાત્રા 14 દિવસ સુધી ચાલવાની છે. જેમ જેમ આ યાત્રા આગળ વધી રહી છે તેમ તેમ ઘેડ પંથકમાં થી મોટી સંખ્યામાં યુવાનો,વૃદ્ધો સહિત બાળકો પણ આ પદયાત્રામાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ પણ આ પદયાત્રા ની નોંધ લીધી હતી. અરવિંદ કેજરીવાલજીએ સોશિયલ મિડીયા X ના માધ્યમથી ટ્વીટ કર્યું હતું. કેજરીવાલજી દ્વારા નોંધ લેવાતા ઘેડના ખેડૂતોનો મુદ્દો હવે નેશનલ લેવલ પર ઉઠ્યો છે.

ઘેડના ખેડૂતોને વર્ષોથી થતી નુકસાની તેમજ આ વર્ષે થયેલી નુકસાની બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી તેમજ કોઈ સ્પેશિયલ પેકેજની જાહેરાત પણ કરવામાં આવી નથી. આ બાબતે અરવિંદ કેજરીવાલજીએ ભાજપ સરકારની સખ્ત શબ્દોમાં આલોચના કરી હતી. અરવિંદ કેજરીવાલજીએ ઘેડ પંથકમાં આ વર્ષે થયેલા નુકસાનને લઈને ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજ તેમજ પાણી ભરાવાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવાની સરકાર પાસે માંગ કરી છે. સાથે સાથે કેજરીવાલજીએ સોશિયલ મીડિયા મારફતે સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી ખેડૂતો માટે પૂરી તાકાતથી લડતી રહેશે.