Aravalliના ધનસુરાના ગ્રામ્ય ૫ વિસ્તારમાં ૧૦ વર્ષની બાળકીએ મોબાઈન ફોન પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. આ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ મારફતે તાલુકાના ૧૬ વર્ષના સગીર સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. તા.૩૧મી ડિસેમ્બરે દસ વર્ષની બાળકીનું અપહરણ કરીને બે દિવસ ઘરમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે પોક્સો અને અપહરણનો ગુનો નોંધ્યો છે.
Aravalli: ત્રણ કિશોરીઓની મદદથી બાળકીનું અપહરણ કર્યું કિશોર સામે પોક્સો અને અપહરણનો ગુનો નોંધાયો
નોંધનીય છે કે, આ સગીર કિશોર અન્ય ત્રણ કિશોરીઓની મદદથી ૧૦ વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું અને કિશોર સગીરાને ચાલતા ચાલતા પોતાના ગામમાં લઇ ગયો હોવાનું પણ સામે આવ્યું છે. ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના શ્રમજીવી પરિવારની ધોરણ-૫માં ભણતી બાળકીએ વાલીના એન્ડ્રોઈડ ફોનમાં ઇન્ટસ્ટાગ્રામ પર જાતે એકાઉન્ટ બનાવ્યું હતું. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ૧૦ વર્ષની બાળકીએ પંથકનાએક ગામના ૧૬ વર્ષના કિશોર સાથે ચેટ કરીને પ્રેમમાં પડી હતી. તા.૩૧મી ડિસેમ્બરે સગીરે બાળકીનું અપહરણ કરતા માતા-પિતાએ શોધખોળ બાદ બાળકીનો પત્તો નહીં લાગતા ધનસુરા પોલીસને જાણ કરી હતી.
આ બનાવમાં પોલીસે સગીરાને તા.૨ જાન્યુઆરીના રોજ બાજુના ગામથી શોધી કાઢી હતી.પોલીસે તપાસ કરતા ઇન્સ્ટગ્રામ પરથી પ્રેમ થયાની જાણ થઇ હતી. બે દિવસ સુધી સગીરે બાળકીને ઘરમાં ગોંધી રાખી હોવાનું જણાઈ આવ્યું હતું.બાળકી અને કિશોરીનું તા.૩ જાન્યુઆરીના રોજ મેડિકલ પરીક્ષણ કરવામાં આવતા દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. તેમ ડીવાયએસપીએ જણાવ્યું છે. કિશોરને મહેસાણાના ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપવામાં આવ્યો છે, પોલીસે પોકસો અને અપહરણનો ગુનો નોંધ્યો હતો.