Karan Barot AAP: ભાજપના રાપરના ધારાસભ્યના પુત્ર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેની સામે વળતો પ્રહાર કરતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા Karan Barot જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓ ખેડૂતોનો સહારો તો બની શકતા નથી પરંતુ બહેન – દિકરીઓનું અપમાન કરી રહ્યા છે. અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીનાં એક સાંસદ સભ્ય દ્વારા ગુજરાતની બહેન – દિકરીઓનું અપમાન કરવામાં આવ્યું હતું. આજે ફરીથી ભાજપનાં રાપરનાં ધારાસભ્યનાં પુત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ખેડૂતો થોડા રૂપિયાની સહાય માટે બહેનો – દિકરીઓને આગળ કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની માનસિકતા ધરાવતા તમામ ધારાસભ્ય અને સાંસદ સભ્યને કહેવું છે કે તમને શરમ આવવી જોઇએ, તમે ખેડૂતોની વ્હારે તો નથી આવી શક્યા, મૂલ્ય નથી અપાવી શક્યા,આમ છતાં તમે ગુજરાતની બહેન દિકરીઓનું અપમાન કરી રહ્યા છે. તમારાથી એક શેકેલો પાપડ પણ તૂટતો નથી, તમે નબળા છો, અસમર્થ છો, જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે તમે ભાગી જાવ છો. તમે ખેડૂતોનાં સહારે ન આવી શક્યા ત્યારે બહેન-દિકરીઓએ આગળ આવી ખેડૂતોનાં હક માટે લડવું પડે છે. ખેડૂતોને જ્યારે ઘરમાં ઘૂસી ઘૂસીને મારવામાં આવ્યા ત્યારે પોતાના પરિવારનાં રક્ષણ માટે બહેન – દિકરીઓને આગળ આવવું પડશે તો એક વખત નહીં હજાર વખત આવશે અને આમ આદમી પાર્ટી એમને સમર્થન કરશે.

આમ આદમી પાર્ટી(AAP)નાં પ્રદેશ મુખ્ય પ્રવક્તા Karan Barotએ વધુમાં જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં ખૂણે ખૂણે ડ્રગ્સ અને દારૂનું સેવન થઇ રહ્યું છે. યુવાધન ડ્રગ્સનાં રવાડે ચડી રહ્યો છે ત્યારે જો ભાજપનાં ધારાસભ્ય મૌનીબાબા થઇને બેઠા હોય, કંઇ બોલી ન શકતા હોય તો બહેન -દિકરીઓએ આગળ આવીને ગુજરાતની રક્ષા કરવી પડશે તો આજીવન કરશે. શિક્ષકો અને ખેડૂતોને આત્યહત્યા કરવી પડે ત્યારે પરિવારનાં રક્ષણ માટે બહેન -દિકરીઓએ આજીવન લડશે અને આમ આદમી પાર્ટી તેને હર હંમેશ આપતી રહી છે અને આપશે. ખેડૂતોને સહાય આપવાની વાત આવી ત્યારે ખેતીવાડી અધિકારીઓ કડદો કરી રહ્યા છે. ખેડૂતોને વળતર ઓછું મળે તેવા તમામ હથકંડા ભારતીય જનતા પાર્ટીનાં રાજમાં થયા છે.

આમ આદમી પાર્ટીનાં કિસાન સેલના અધ્યક્ષ રાજુભાઇ કરપડા, પ્રવીણભાઇ રામ,રાજુભાઇ બોરખતરીયા, પિયૂષભાઇ પરમાર તમામ લોકો ખેડૂતો માટે લડ્યાં. ત્યારે આ તમામ લોકો જેલમાં બંધ છે. આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો મુદ્દો ઉપાડ્યો છે તેના અંતર્ગત આમ આદમી પાર્ટીએ સૌ પ્રથમ સુદામડા ખાસે કિસાન મહાપંચાયત કરી. ત્યારબાદ ખંભાળિયા,ગીર સોમનાથ, તાપી, આણંદ, બનાસકાંઠા, આ તમામ જગ્યા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું.આ અવાજને વધુ બુલંદ બનાવવા અને ખેડૂતોનાં ન્યાય માટે લડવા માટે હવે સાત ડિસેમ્બરે અમરેલી ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં સરકારની બહેન-દિકરીઓ પ્રત્યેની માનસિકતા છતી કરવાનું કામ અને ખેડૂતોનો અવાજ બુલંદ કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે. તારીખ 7 ડિસેમ્બરનાં રોજ અમરેલી ખાતે બપોરે ૩ વાગ્યે કિસાન મહાપંચાયતમાં તમામ મિત્રોને હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી.