Porbandar જિલ્લામાં કિશોરો બાઈક ચલાવીને અકસ્માત સજી રહ્યા છે અને ખુદ પણ મોતને ભેટી રહ્યા છે ત્યારે આવા અનેક કિસ્સાઓમાં એક કિસ્સો ઉમેરાયો છે જેમાં ૧૭ વર્ષનો કિશોર તેના પિતાને માવો લેવા જવાનુ કહી બાઈકમાં ત્રીપલ સવારીમાં બગવદરથી પોરબંદર તરફ આવતો હતો ત્યારે ડુક્કર આડે ઉતરતા ધરમપુર પાસે અકસ્માત સર્જયો હતો જેમા તેનુ મોત થયુ છે.

Porbandar: જામરાવલનો ૧૭ વર્ષીય તરુણ માવો લેવા જવાનું કહી

બગવદરથી ત્રિપલ સવારીમાં ધરમપુર જતો હતો ત્યારે બનાવ જામરાવલ ગામે પેટ્રોલપંપ પાસે રહેતા અને ટ્રક ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા ભરત રામદેવ મારૂ નામના યુવાને ઉદ્યોગનગર પોલીસમથકમાં કર્યુ છે કે તેનો સતર વર્ષનો એવું જાહેર દીકરો અર્જુન બપોરે માવો લેવા જવાનુ કહી બાઈક લઈ બગવદર ગામથી તેના મિત્ર પ્રવીણ મોહન ગામી અને અન્ય એક મિત્ર સાથે ત્રિપલ સવારીમાં ધરમપુર તરફ જતા હતા. ત્યારે બાઇક આડે ડુક્કર ઉતરતા બેલેન્સ નહી રહેતા બાઇક સ્લીપ થઈ ગયુ હતુ અને નજીકમાં આવેલ વીજપોલ તથા બાવળના વૃક્ષ સાથે અથડાતા અર્જુનને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનુ મોત થયુ છે.