Jamnagar, દ્વારકા પંથકમાંથી વધુ ૩૮.૭૦ લાખની વીજચોરી ઝડપાઇ છે. આજે સતત બીજા દિવસે ૩૬ વીજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. બે દિવસમાં જ વીજ ચોરીનો કુલ આંક ૯૦ લાખને પાર પહોંચ્યો છે.
૬૯ વીંજ જોડાણમાં વીજ ચોરી ખુલી Jamnagar પીજીવીસીએલ વર્તુળ, કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા આજે સવારે સતત બીજા દિવસે વીજ ચેકિંગ ચાલુ રખાયું હતું. અને જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તાર અમન સોસાયટી, મહાપ્રભુજીની બેઠક, માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા ઓખા મંડળ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું કુલ ૩૧ જેટલી વિજચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે ૧૩નિવૃત આમી મેન અને ૧૩ લોકલ પોલીસમેંનને મદદમાં જોડવામાં આવ્યા હતા.
સમગ્ર દિવસ દરમિયાન કુલ ૪૦૪ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૬૯ વીજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે. અને તેઓને રૂપિયા ૩૮.૭૦ લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર બે દિવસ દરમિયાન ૯૦લાખ થી પણ વધુની વિજ ચોરી ઝડપી લેવામાં આવી છે.