Rajkotની પાયલ હોસ્પિટલના સીસીટીવી કાંડ બાદ Rajkotની વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી નિયમોના ખુલ્લા ધજાગરા ઉડાવતી શાંતિ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી સીસીટીવીનો કંટ્રોલ રુમ મળી આવ્યો છે. મેડિકલ સ્ટોર માંથી સીસીટીવીનો કંટ્રોલ રુમ મળી આવતા ફરી એક વખત હોસ્પિટલો શંકાના ઘેરામાં છે.
મળતી માહિતી અનુસાર Rajkotની શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા સીસીટીવી જોવા મળ્યાં હતા. ઈન્જેકશન અને સારવાર લેતા દર્દીઓ સીસીટીવીમાં કેદ થયા હતા. મેડિકલ સ્ટોરમાં સીસીટીવીનો કંટ્રોલ રુમ કેવી રીતે બનાવવામાં આવ્યો ? દર્દીઓના સીસીટીવી લીક થાય તો જવાબદાર કોણ ?
આ સિવાય Rajkotની શાંતિ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ગાઈડલાઈનનો ભંગ થયો કે નહીં તે મોટો સવાલ છે. મેડિકલ સ્ટોરનું લાયસન્સ ધરાવનાર ફાર્માસિસ્ટ પણ સ્ટોરમાં હાજર નથી. આ સિવાય Rajkot ખાતે આવેલી શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને મહાનગરપાલિકાએ 23.15 લાખનો દંડ ફટકાર્યો છે. મહાનગરપાલિકા અને વીમા કંપનીની ટીમની તપાસ કરવા પહોંચી હતી. તે દરમિયાન PMJAY યોજનામાંથી પણ હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ કરાઈ છે.