Anand: આણંદ જિલ્લામાં એલ.પી.જી. ફ્રી સિલિન્ડર સહાય યોજના અંતર્ગત આપવામાં આવેલાં નિ:શુલ્ક ગેસ સિલિન્ડરની વિગતો આપતાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે આણંદ જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૧,૭૧,૪૪૦ લાભાર્થીઓ નોંધાયેલા છે.

જે અંતર્ગત આણંદ જિલ્લામાં ‘પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના’ના પ્રથમ તબક્કામાં ૧,૧૮,૦૨૭ તથા બીજા તબક્કામાં ૫૩,૨૬૪ લાભાર્થીઓ એમ કુલ મળીને ૧,૭૧,૨૯૧ લાભાર્થીઓ નોંધાયેલા છે, જ્યારે ‘રાજ્ય PNG/LPG સહાય યોજના’ના ૧૪૯ લાભાર્થી નોંધાયેલા છે. જે મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ‘એલ.પી.જી. ફ્રી સિલિન્ડર સહાય યોજના’ અંતર્ગત આણંદ જિલ્લામાં કુલ રૂ. ૧૨.૮૨ કરોડની સબસિડી ચૂકવવામાં આવી છે.