કાગવડના Khodaldham ખાતે તા.૧૫મીએ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન યોજાશે. સર્વજ્ઞાતિની ૨૧ દીકરીઓના સમૂહ લગ્ન માટે મંડપ, ઉતારા સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ખોડલધામના હોદ્દેદારો, સાધુ – સંતો, આગેવાનો ઉપસ્થિત રહેશે.
Khodaldham: ૨૧ દીકરીઓને લાખેણા કરિયાવર સાથે સાસરે વળાવાશે
સતત બીજા વર્ષે કાગવડ ખાતે માં ખોડલનાં સાંનિધ્યમાં ગોંડલના વ્રજ ગ્રુપ દ્વારા સમૂહ લગ્ન યોજાશે. તા. ૧૫ ડિસેમ્બરમાં ખોડલધામ મંદિર ખાતે સર્વ સમાજની ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. જેને લઈને વિશાળ વિશાળ ગ્રાઉન્ડમાં મંડપ, ઉતારા, સ્ટેજ, પાર્કિંગ, સહિતની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. સાવલિયા અને વેકરિયા પરિવાર દ્વારા દીકરીઓના લગ્ન અને કરિયાવર સહિતની જવાબદારી ઉઠાવવામાં આવી છે.
તા.૧૫ ડિસેમ્બરના સમૂહ લગ્નમાં બપોરે ૧ વાગ્યે જાન આગમન, બપોરે ૨ વાગ્યે વરઘોડો નીકળશે. સાંજે ૬ વાગ્યે ૨૧ દીકરીઓને હસ્ત મેળાપ, સાંજે | ૬.૩૦ વાગ્યે ખોડલધામ મંદિરના અન્નપૂર્ણા ભોજનાલય ખાતે ભોજન સમારંભ અને રાત્રે ૯ વાગ્યે કન્યા વિદાય થશે. આ સમૂહ લગ્ન સમારોહમાં સંતો- મહંતો, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને તમામ ટ્રસ્ટીઓ, આગેવાનો ઉપસ્થિત રહેશે.