Amreli: ખાંભાના મંજુમાતાના ખોડીયાર આશ્રમમાં આરામ કરતા ભગુડાના એક સાધુને અન્ય બે સાધુઓએ નામ બાબતે માથાકૂટ કરી વિધમી હોવાના આક્ષેપ સાર્થે માર મારી, જટા કાપી અને લૂંટ કરતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી.આ અંગે બંને સાધુઓને પકડી પાડવા માટે ખાંભા પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતા જટા કાપી નાખનાર અર્જુનગીરી નામના એક સાધુનુ છેક હળવદ પગેરૂ મળતા પોલીસે ત્યાં જઈ દર્બોચી લીધો હતો.

Amreli: સાધુની જોળીમાં રહેલ રોકડ રકમ અને સૂકા મેવાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ થઈ હતી

પ્રાપ્ત માહિતી પ્રમાણે, ખાંભા રાજધાની ચોકડી નજીક મંજૂ માતાના ખોડીયાર આશ્રમમાં સાધુ સાથે સાધુના વેશમાં આવેલ બે લોકોએ માથાકૂટ, મારામારી અને લૂંટ કરવામાં આવી હતી.આ આશ્રમમાં બપોરના સમયે અર્જુન ગીરી નામના સાધુ અને અન્ય એક અજાણ્યા સાધુ બપોરના સમયે આશ્રમમાં આવી ચડયા હતા. જ્યાં અર્જુનગીરી કાળુભાઈ વાળા (ઉંમર ૫૫) રહે. ભગુડા, આરામ કરી રહ્યા હતા તેમની સાથે સાચા નામ બાબતે આકરી પૂછપરછ કરીને નકલી સાધુ હોવાનો આરોપ મૂક્યો હતો .અને બે ત્રણ ઝાપટ મારી સાધુને લમધારી નાખ્યો હતો તદુપરાંત ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી

આપી હતી. આ ઉપરાંત બંનેએ મળીને સાધુનીમાથાની જટા કાપી અને વિડિયો પોતાના મોબાઇલમાં રેકોર્ડ કર્યા હતો. આ ઉપરાંત સાધુની જોળીમાં રહેલ રોકડ રકમ રૂ.૧૦,૮૫૦ સૂકો મેવો કાજુ બદામ અને મોબાઈલફોન મળી કુલ ૨૧,૧૫૦ની લૂંટ પણ ચલાવવામાં આવી હતી. આ બનાવ બાબતે ખાંભા પોલીસ મથક ખાતે અર્જુનગીરી કાળુભાઈ વાળા, સાધુએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી જુદી જુદી ટીમોની રચના કરી બન્ને સાધુને પકડી પાડવા ચક્રો ગતિમાન કરતા હળવદમાંથી જટા કાપી નાખનાર મુખ્ય આરોપી અર્જુનગીરીની ધરપકડ કરી હતી.