Amreli: લાઠી તાલુકાના શેખપીપરિયા ગામે રહીને કારખાનામાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મજૂર સાથે જૂના માલિકે અગાઉ ઉપાડના આપેલા રૂા.૨૫૦૦ની માગણી કરતા આ પૈસા આપવાની મજૂરે ના પાડતા કારખાનેદાર અને તેના ત્રણ સાગરિતોએ ઢીકાપાટુ અને લોખંડના પાઈપથી હુમલો કર્યાની ઘટના બની છે.

Amreli: વાપી સ્થિત કારખાનેદાર સહિત ચાર શખ્સોએ પાઈપ ફટકારી મજૂરના પગ ભાંગી નાખ્યા બનાવની વધુ વિગત મુજબ હરિશચેદ્ર સિયારામ યાદવ (ઉ.વ.૩૦) નામનો પરપ્રાંતીય મજૂર મૂળ શેખપીપરીયા | ગામના વતની અને વપીમાં કારખાનું ધરાવતા અજયભાઈ લુણસીભાઈ બોદરના કારખાનામાં કામ કરતો હતો. | એ પછી ત્યાંથી છુટો થઈને શેખપીપરિયા ગામે આવી અન્ય મજૂરી કરવા લાગ્યો હતો. કારખાનેદારના કથન મુજબ તેણે અગાઉ રૂા.૨૫૦૦ ઉપાડ પેટે આપ્યા હતા અને જન્માષ્ટમી તહેવાર પર તે શેખપીપરિયા ગામે આવ્યા હતા ત્યારે હરિશ્ચંદ્ર તેને મળી જતાં તેણે ગોડાઉનની ચાવી અને ઉપાડના પૈસાની માગણી કરી હતી.

ત્યારે હરિશ્ચંદ્રે આ પૈસા મારે આપવાના થતાં નથી તેમ કહી ઈનકાર કરી દીધો હતો. જેથી ગુસ્સે થયેલા કારખાનેદાર અજયભાઈ અને તેના સાગરીત અજય રાણાભાઈ બોદર, માલદેભાઈ બહાદુરભાઈ બોદર અને હીતેશ હરસુખભાઈ બોદરે ઢીકાપાટુનો ઉપરાંત લોખંડના પાઈપ મારતા હાથ પગમાં હરિશ્ચંદ્રને ઈજા થઈ હતી. આ ઉપરાંત મારી નાખવાની ધમકી આપતા તેણે ચાર સામે લાઠી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.