ગિરનાર પરિક્રમા શરૂ થઈ રહી છે. પરિક્રમામાં આવતા યાત્રિકોની સુવિધા માટે રેલ્વે તંત્ર દ્વારા તા. ૧૧થી અમરેલી-જૂનાગઢ-અમરેલી મીટરગેજ ટ્રેક પર પરિક્રમા ખાસ train શરૂ કરવામાં આવશે.
સવારે ૯ વાગ્યે અમરેલીથી train પ્રસ્થાન કરશે અને બપોરે ૧૨ઃ૪૦ વાગ્યે જૂનાગઢ પહોંચશે. પરિક્રમામાં આવતા યાત્રિકો માટે રેલ્વે તંત્ર દ્વારા વેરાવળ-ગાંધીગ્રામ તથા જૂનાગઢ-રાજકોટ ખાસ ટ્રેન શરૂ કરવામાં આવી છે. અમરેલી વિસ્તારમાંથી આવતા યાત્રિકો માટે અમરેલી-જૂનાગઢ-અમરેલી મીટરગેજ ટ્રેન ૧ શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. તા.૧૧ના સોમવારથી આ મીટરગેજ ટ્રેક પર ખાસ પરિક્રમા ટ્રેન શરૂ થશે. તા.૧૧ના સવારે ૯ વાગ્યે આ ટ્રેન અમરેલીર્થી ઉપડી બપોરે ૧૨:૪૦ વાગ્યે જૂનાગઢ પહોંચશે. બપોરે ૩:૩૦ વાગ્યે જૂનાગઢથી ઉપડી સાંજે ૭:૩૦ વાગ્યે અમરેલી પહોંચશે.
આ ટ્રેન અમરેલીપરા, ચલાલા, ધારી, ભાડેજ, જેતલવડ, વિસાવદર, જુની ચાંવડ, બિલખા અને તોરણીયા સ્ટેશન પર સ્ટોપ કરશે. આ ખાસ ટ્રેન તા.૧૭ સુધી દોડશે.