Amreli: સાવરકુંડલામાં કોલેજની છાત્રા સાથે રાજકોટથી પરત આવતા રસ્તામાં ગાડીમાં બેસી મુસ્લિમ યુવકના ફરિયાદી છાત્રા સાથેના ચેનચાળા અને જાતીય સતામણીની ૧૩ દિવસ પહેલાં બનેલી ઘટનાની આખરે પોલીસે આજે કોલેજના વિદ્યાર્થી અને સ્પોર્ટ ટીચર્સ સામે ફરિયાદ નોંધી છે.

Amreli: રાજકોટથી પરત આવતા ગાડીમાં ઈરાદાપૂર્વક છાત્રાની સતામણી કરવામાં આવે તેવી ગોઠવણ કર્યાનો આક્ષેપ

સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકીયા કોલેજમાં કબડ્ડીની હરીફાઈમાં ૧૨, જેટલી વિદ્યાર્થિનીઓ અને કોલેજના પ્રોફેસર એઝાદ કાજી તેમજ એક તેમનો માનીતો વિદ્યાર્થી સાબીર મલેક રાજકોટ ખાતે કબડ્ડીની હરીફાઈમાં ભાગ લેવા ગયા હતા ત્યારે એક વિદ્યાર્થિની સાથે કોલેજના પ્રોફેસર એજાજ કાઝીએ વિદ્યાર્થિનીની બાજુમાં સાબીર મલકને ઈરાદાપૂર્વક બેસાડર્યો હતો ત્યારે આ તુફાન ગાડીની અંદર આરોપી સાબીર મલેકે અન્ય છાત્રા યુવતીઓની હાજરીમાં શારીરિક છેડછાડ કરી અડપલા કર્યા હતા. જેનો અગાઉ યુવતીએ પ્રતિકાર કર્યો હતો પરંતુ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આજે સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં પ્રોફેસર એઝાઝ કાજી અને વિદ્યાર્થી સાબીર મલેક વિરૂધ્ધ ફોજદારી ધારાની અને પોસ્કો કલમ મુજબ ફરિયાદ નોંધાવામાં આવી છે.