Amreli જીલ્લામાં સિંહ-દીપડાઓ રોડ રસ્તાઓ પર સુધી તો ઠીક હતું પરંતુ હવે લોકો ઘરોમાં પણ ઘુસી રહ્યા છે. જાફરાબાદના ચિત્રાસર ગામે દીપડો એક રહેણાંકી મકાનમાં ઘુસ્યો હર્તા.અચનાક જ ‘દીપડો ઘરમાં આવી ચડતા [ મહિલાએ બારણાં બંધ કરી દઈ પૂરી દીધો હતો. બાદમાં વનવિભાગને જાણ કરતા દીપડાનું રેસ્ક્યુ કરાયું હતું.
Amreli: વનવિભાગે ટ્રાન્ક્વિલાઈઝડ કરી પાંજરે પૂરી સ્થળાંતરિત કરતાં લોકો ભયમૂક્ત
જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ હમીરભાઈ પીઠુભાઈ બાંભણીયાના રહેણાંક મકાનમાં દીપડો અચાનક ઘૂસી આવ્યો હતો.અહીં હમીરભાઈના પત્ની ઘરે વાસણ સાફ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની નજર દીપડાને આવતો જોઈ અચરજ પામી ગયા હતા.
પણ હિંમત દાખવી દીપડાને ઘરમાં પૂરી દઈ દરવાજો બંધ કરી રાડો પાડવા લાગ્યા હતા.જેને પગલે ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા.એ પછી સરપંચને જાણ કરવામાં આવી હતી .ત્યાર બાદ વનવિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી | ટ્રાન્ક્વિલાઇઝ કરી દીપડાને પાંજરે પુરી । લઈ જવામાં આવ્યો હતો.