Amreli: લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક ૧૪ વર્ષની તરૂણીને વિંછીયા તાલુકાના અમરાપુર ગામના શખ્સે લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગાડી જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. બનાવ અંગે જે તે સમયે ફરિયાદ થવા પામી હતી. આ કેસ અત્રેની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતાં મુખ્ય આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને રૂપિયા ૩૦ હજારના દંડની હુકમ કરેલ છે.
Amreli: લગ્નની લાલચ આપી ૧૪ વર્ષીય તરૂણીનું અપહરણ કરી આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું હતું
પ્રાપ્ત વિગત મુજબ લાઠી પંથકના | ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક १४ ૪ વર્ષ ૪ મહિનાની ઉંમર ધરાવતી તરૂણીને ગત તા. ૨-૯-૧૯ના રોજ બપોરના સાડા અગિયારથી બે વાગ્યા દરમિયાન વિંછીયા તાલુકાના અમરાપુર ગામે રહેતો હિતેશ રવજીભાઇ સાંકળીયા છે તેમજ તે જ ગામના તેના બે મિત્રો બાબુભાઈ વિભાભાઈ ગઢાદરા તથા વિપુલભાઈ વાલજીભાઈ ગઢાદરાની મદદથી લગ્ન કરવાની લાલચ આપી તથા બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયેલ તથા આરોપી હિતેષે તરૂણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે આ ત્રણ આરોપી વિરૂધ્ધ જે તે સમયે ફરિયાદ થવા પામી હતી.
આ બનાવનો કેસ અત્રેની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની દલીલના આધારે અમરેલીના સ્પે. પોક્સો કોર્ટ અને એડી. સેશન્સ કોર્ટના જજ ડી.એસ. શ્રીવાસ્તવ દ્વારા આરોપી હિતેષ રવજીભાઇ સાંકળીયાને ૨૦ વર્ષની સખત કેદ તથા | રૂપિયા ૩૦ હજારના દંડની સજાનો હુકમ કરેલ છે.