Morbiમાં પ્રેમ સંબંધ મામલે યુવાનનું અપહરણ કરી માર મારી હત્યા નીપજાવવામાં આવી હતી. હત્યાના ગુનામાં તમામ ૧૧ આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ ચલાવી છે. માળિયાના મોટા દહીંસરા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઈજાગ્રસ્ત યુવાનનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી હત્યાના ગુનામાં સંડોવાયેલ ચાર પૈકી ત્રણ આરોપીને ઝડપી લીધા છે. તો એક આરોપી ને ઇજા થઈ હોવાથી સારવાર બાદ અટક કરશે.

Morbi: માળિયાના દહીંસરા ગામે યુવાનની હત્યામાં ૩ આરોપીઓ પકડાયા, એક સારવાર હેઠળ

ઇન્દિરાનગરમાં રહેતા વિશાલ પરષોતમ માનેવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના ભાઈ વિજય ઉર્ફે રવિને આરોપીઓની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતનો ખાર રાખી રીક્ષામાં આવી | અપહરણ કરી બેલા રોડ પર લઇ જઈને ધોકા જેવા હથિયારો વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી ભાઈ વિજય ઉર્ફે રવિની હત્યા કરી હતી. હત્યાના ગુનામાં બી ડીવીઝન પોલીસે આરોપીઓ હરખજી ઉર્ફે હકોજીવનઅદગામા, નરેશ લાભુભાઈ વાઘેલા, વિશાલ ગાંડુભાઈ બાવરવા, જયેશ જીવનભાઈ અદગામા, કાનાભાઈ હરખજીભાઈ ઉર્ફે હકાભાઈ અદગામા, સીયારામ ગનેશ યાદવ, મનીષ અશોકભાઈ દંતેસરીયા, મેરૂ ભરતભાઈ કરોતરા, કિશોર ઉર્ફે કીશલો લાભુભાઈવાઘેલા, | સુનીલ જયંતીભાઈ જોગડીયા અને પ્રવીણ ઉર્ફે ઉગો જગમાલભાઈ અદગામા એમ ૧૧ આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મોટા દહીંસરા ગામે શેરીમાં પાણી કાઢવાબાબતનું મનદુઃખ રાખી લાકડીઓ અને પાઈપ જેવા હથિયાર વડે ચંદુભાઈ છગનભાઈ મકવાણા (ઉ.વ.૪૦) અને મહાદેવભાઈ મોહનભાઈ રાઠોડને માર મારી ઈજા પહોંચાડી હતી.

સારવાર દરમિયાન ચંદુભાઈનું થતા બનાવ હત્યામાં પલટાયો હતો. માળિયા પોલીસે મારામારીના બનાવમાં હત્યાની કલમોનો ઉમેરો કર કરી તપાસ ત ચલાવી હતી અને આરોપીઓ અરુણ અવચર, વિજય અવચર ઇન્દરીયા અને અશોક અવચર ઇન્દરીયાને ઝડપી લેવામાં આવ્યા છે તો સુરેશ અવચર ઇન્દરીયાને બનાવમાં ઈજા પહોંચી હોય જેની સારવાર ચાલી રહી છે. જેની સારવાર બાદ અટક કરવામાં આવશે.