Gujarat Weather: Gujaratમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મે મહિનાના પહેલા સપ્તાહમાં જ વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 30 એપ્રિલ પછી હવામાનમાં ફેરફાર થશે જેના કારણે 10 થી 11 મે દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. બે દિવસ પછી એટલે કે 30 એપ્રિલ પછી ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
રાજ્યમાં મે મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદ પડી શકે છે. 8 મેની આસપાસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. મેના પ્રથમ સપ્તાહમાં હવામાન બદલાશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે.
એપ્રિલમાં પ્રિ-મોન્સુન નહીં હોય.
એપ્રિલમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની કોઈ શક્યતા નથી. પરંતુ 14મીથી 18મી મે વચ્ચે પ્રીમોન્સૂન થઈ શકે છે. બીજી પ્રિ-મોન્સુન મેના છેલ્લા સપ્તાહમાં જોવા મળી શકે છે. સાથે જ જૂનમાં પણ પ્રિ-મોન્સુન જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 એપ્રિલથી 4 મે દરમિયાન ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ પડી શકે છે.
ક્યારે વરસાદ પડી શકે?
ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં 29 એપ્રિલથી હળવો વરસાદ થવાની સંભાવના છે. તેથી ગુજરાતમાં 8 મેના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે.