જુનાગઢ જિલ્લાના જંગલ નજીક આવેલા ગામોમાં સિંહ ઘૂસવાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે, Jetpur તાલુકાના અકાળા ગામમાં રાત્રિના સમયે શિકારની શોધમાં સિંહ | સિંહે પરિવાર આવી પહોંચ્યા હતા અને એક થતા ગાયનો શિકાર કયી હતો. જે સમગ્ર । ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના અકાળા ગામની શેરીમાં સિંહ પરિવાર શિકારની શોધમા આવી ચડ્યા હતા. ગામની બજારોમાં રાત્રીના સમયે લટારો મારી ફરતા જોવા મળ્યા હતા.

Jetpur: વાડીએ રખોપું કરવા જતાં ખેડૂતોમાં ભયનો માહોલ, સીમ- ખેતરોનાં ખુલ્લા કૂવામાં સિંહો ખાબકી પડવાની પણ ભીતિ

સિંહના મારણના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સિંહોએ શિકાર કરવા ગામની ચારે તરફ લટારો મારી હતી અને એક ગાયનો શિકાર કયો હતો. ગામમાં ઘૂસી આવેલા સિંહે શિકાર કર્યાના સીસીટીવી વાઈરલ થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. તેમજ આ ઘટનાને લઈને અકાળા ગામના લોકોનુ કહેવું છે કે ગામના ખેડૂતોના ખેતરમાં રખોલા કરવા જવું મુશ્કેિલ છે તેમજ ખેતરો અને સીમ વિસ્તારોમાં ખુલ્લા કુવા આવેલ હોય તો વન વિભાગ દ્વારા જાળીઓ લગાવવામાં । આવે તેવી માંગ કરી છે.